છાપી નજીક IOCની પાઈપલાનમાંથી ચોરીનો પ્રયાસ કરતો ઈસમ ઝડપાયો

- Advertisement -
Share

છાપી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે સત્ય તપાસ કરતા ચોરીનો પ્રયાસ કરતો ઈસમ રંગેહાથ ઝડપાયો.

 

 

 

વડગામ તાલુકાના છાપી નજીક આવેલ મહેદિપુરાના પાટીયાની સામે ગત રાત્રે છાપી પોલીસનો સ્ટાફ રાત્રી પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમી હકીકતના આધારે મહેદીપુરા પાટીયાના સામે આવેલ શિવ શક્તિ હોટલની પાછળ ખુલ્લા ખેતરમાં એક ઈસમ ફરતો દેખાતા ત્યાં જઈ પોલીસે તપાસ કરતાં આઇ.ઓ.સીની પાઈપ લાઈન પસાર થતી હતી તે જગ્યાએ મોટો ખાડો ખોદેલો જોવા મળ્યો હતો

 

 

તેમજ IOCની પાઈપલાઈન દેખાતી કરી પંચર કરવાનો તેમજ તેમાંથી ક્રુડ ઓઈલ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઇ જતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો.

 

 

 

 

છાપી પોલીસ દ્વારા આઈ.ઓ.સીના અધિકારીઓને જાણ કરતા આઇ.ઓ.સીના અધિકારી તેમજ A.S.P, S.O.Gની ટીમ વગેરે ઘટના સ્થળે દોડી આવી તે જગ્યાએથી પંચર કરવાના સાધનો સહિત કુલ રૂપિયા 17,590નો મુદ્દામાલ તેમજ ચોરી કરવા આવેલ ઈસમ મુસ્તુફા ઉર્ફે ભલો હબીબભાઈ પઠાણને પકડી પાડી તેમજ અન્ય બીજા આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

છાપી પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પકડાયેલ ઈસમે તેની સાથે આવેલા તમામ લોકો કે જે પોલીસ દેખી ભાગી છુટ્યા હતા તેમના નામ આપી દિધા છે અને પોલીસ દ્વારા પણ આ ઈસમોની શોધખોળ શરૂ કરી દિધી છે. આઇ.ઓ.સીના અધિકારીઓની નાઈટ પેટ્રોલીંગ હોવા છંતા પણ વારંવાર આવા ચોરીઓના પ્રયાસ થતા રહેતા તેમના ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!