ડીસામાં માળી સમાજના યુવાનોએ એકમાસમાં 21 હજાર ટિફિન દર્દીઓને આપ્યા : દર્દીઓની સંખ્યા ઘટતા આજથી ટિફિન સેવા પૂર્ણ

- Advertisement -
Share

કોરોના કાળ દરમિયાન ડીસામાં માળી સમાજના યુવાનો દ્વારા ટિફિન સેવા શરૂ કરવામાં આવેલ અને જેમાં યુવાનો સાથે મહિલાઓ પણ હોંશભેર મદદ કરી 21 હજાર ટીફીન બનાવી સેવાને સફળ બનાવેલ.

કોરોનાનો કહેર શરૂઆત થતા જ અનેક સેવાભાવી સંસ્થાઓએ વિવિધ રીતે દર્દીઓને મદદરૂપ બનવા નું કામ કરેલું ત્યારે ડીસા માળી સમાજ યુવા ટીમે દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરવા માટેનું આયોજન કરેલ અને કોરોના કાળની શરુઆત થઇ ત્યાંરથી દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફને શુદ્ધ અને સાત્વિક ભોજન મળીને તે માટેનું આયોજન કરેલ.

 

 

 

 

 

સતત 30 દિવસ સુધી 21 હજાર જેટલા ટીફીનો બનાવી દરેક હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરેલ અને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ ત્યારે યુવાનોની ટીમની સાથે માળી સમાજની મહિલાઓએ પણ મદદરૂપ થવાના હેતુથી ટિફિન સેવામાં ટિફિન પેકિંગ રોટલી વણવી સહિતની કામગીરી કરી અને યુવા ટીમને મદદરૂપ થયેલ કોરોના કાળ દરમિયાન રોજ 800 ટિફિન પેક કરવા હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી યુવા ટીમ કરી રહી હતી ત્યારે ક્યારેક આ ટીમના સભ્યો ઓછા પડે ત્યારે માળી સમાજની મહિલાઓ સેવામાં ખડે પગે તૈયાર થઈ જાય અને તમામ ટિફિન પાર્કિંગની વ્યવસ્થામાં જોડાઈ જાય.

 

 

 

 

આ બાબતે જોસનાબેન માળીએ જણાવ્યું હતું કે અમારી સમાજના યુવાનો સતત 30 દિવસથી પરીવારની પરવા કર્યા વગર સતત સેવામાં વ્યસ્ત છે ત્યારે અમે પણ ઘરેથી સમય કાઢી ટિફિન પેકિંગમાં મદદરૂપ થઈએ છીએ જ્યારે યુવાનો ટિફિન હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે છે જ્યારે મહિલાઓની મદદની જરૂર પડે ત્યારે અમારી મહિલાઓની ટીમ પહોંચી જઈ અને મદદરૂપ થઈએ છીએ.

 

 

 

 

ટીફીનસેવાના આયોજક ભરત સુંદેશાએ જણાવ્યું હતું કે અમારી યુવા ટિમ સાથે મહિલાઓ પણ મદદ આ જોડાય છે. જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે મહિલા ટિમ પણ સહયોગમાં આવી જાય છે. અમારી સમાજનો હેતુ દર્દીઓને શુદ્ધ ભોજન આપવાનું છે એ હેતુથી અમે 21 હજાર ટિફિન બનાવી અને અમે દર્દીઓ સુધી પહોચતા કર્યા છે.

માળી સમાજના યુવાનો સાથે દાતાઓ અને મહિલા ટિમમાં જોસનાબેન માળી, ધ્રુવીબેન માળી સહિત આઠથી દશ મહિલાઓ સેવામાં જોડાઈ હતી જે બદલ યુવા ટિમએ આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!