ડીસાના ભડથમાં ખેડૂતની જમીન 2 શખ્સોએ પચાવી પાડતાં ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

 

ડીસાના ભડથ ગામમાં ખેડૂતની જમીન 2 શખ્સોએ બળજબરીપૂર્વક પચાવી પાડતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે ખેડૂતે ડીસા તાલુકા પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ભડથ ગામમાં રહેતાં ચમનસિંગ શિવજી ઠાકોર (વાઘેલા) ની પોતાની માલિકીની જમીન જેનો જૂનો સર્વે નં. 331/3 પૈકી 1 નવો સર્વે નં. 1743 જે જમીન 0-39-13 હેક્ટર જમીન જેની

 

 

 

કિંમત રૂ. 1,42,500 ગામના જ કરણજી ઉર્ફે કરણાજી વજુજી ઠાકોર અને જેતુજી કરણજી ઉર્ફે કરણાજી ઠાકોર બળજબરીપૂર્વક કબજો કરી એક સંપ થઇ પચાવી પાડવા માંગતા હોઇ આ અંગે ચમનસિંગે ડીસા તાલુકા પોલીસ મથકે

 

 

કરણજી ઉર્ફે કરણાજી વજુજી ઠાકોર અને જેતુજી કરણજી ઉર્ફે કરણાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!