કાકરેજના શિહોરી નજીક આખલાની અડફેટે આવતાં યુવકનું મોત

- Advertisement -
Share

યુવક દૂધ ભરાવવા જતાં અકસ્માત સર્જાયો : ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

 

કાંકરેજના શિહોરી ગામ નજીક બુધવારે એક યુવક બાઇક લઇ દૂધ ભરાવવા જઇ રહ્યો હતો. તે દરમિયાન અચાનક રોડ પર આખલો આવી જતાં આખલાએ બાઇક ચાલકને અડફેટે લેતાં યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જયારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે શિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં રખડતાં ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. આ રખડતાં ઢોરોના કારણે અનેક માસૂમો પોતાના જીવ ગુમાવ્યા છે.

 

જયારે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થવા પામ્યા છે. ત્યારે બુધવારે વધુ એક રખડતાં ઢોરના કારણે એક યુવકનું મોત નિપજ્યું છે.

 

કાંકરેજના શિહોરી ગામ નજીક ભૂપતસિંહ ડાભી પોતાનું મોટર સાઇકલ લઇ દૂધ ભરાવવા જઇ રહ્યો હતો. તે દરમિયાન રોડ પર અચાનક આખલો આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

 

બાઇક સવાર યુવક ભૂપતસિંહ ડાભી આખલાની અડફેટે આવતાં જ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

 

આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જયારે તાત્કાલીક પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

જયારે મૃતકની લાશને પી.એમ. અર્થે શિહોરી રેફરલમાં ખસેડાઇ હતી. આ અંગે શિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!