ડીસામાં જીલ્લાના કર્મચારીઓની સ્પર્ધા યોજાઇ

- Advertisement -
Share

પ્રથમ-દ્વિતીય ક્રમે આવનારા ખેલાડીઓને સન્માનિત કરાયા

 

બનાસકાંઠામાં ડીસામાં જીલ્લાના કર્મચારીઓની સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2022 ની મેઘા ફાઇનલ સ્પોર્ટ્સનું મંગળવારે આયોજન કરાયું હતું.
જેમાં જીલ્લાના કુલ 859 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કર્મચારી ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહીત કર્યાં હતા.

બનાસકાંઠા જીલ્લાના સરકારી કર્મચારીઓમાં સ્પોર્ટ્સ યુનિટી અને ફીટનેસ વિકસે તે માટે સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2022 નું આયોજન કરાયું હતું.

જેમાં જીલ્લાભરના 14 તાલુકાઓમાંથી કુલ 859 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં જીલ્લા પંચાયતના સમગ્ર સંવર્ગના કર્મચારી ખેલાડીઓ માટે ચેસ, રસ્સા ખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ,
કેરમ, ગોળા ફેંક, કબડ્ડી, પાસીંગ વોલીબોલ, શુટીંગ વોલીબોલ અને ક્રીકેટ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. ડીસાની સ્પોટ્સ ક્લબમાં યોજાયેલી મેઘા ફાઇનલમાં 250 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પ્રથમ અને દ્વિતીય નંબર પર આવેલા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યાં હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!