બનાસકાંઠા LCBની ટીમે છાપી નજીક ટેન્કરમાંથી દારૂ ઝડપી પાડ્યો : 40,00,330નો મુદ્દામાલ ઝ્પ્ત કર્યો

- Advertisement -
Share

છાપીના શેરપુરા પાટીયા નજીકથી જિલ્લાની એલ.સી.બીની ટીમે બાતમીના આધારે ટેન્કરમાંથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ સહિત કુલ 40,00,330નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનમાંથી અનેકવાર ગુજરાતમાં મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા નવો કીમિયો અપનાવી દારૂ ગુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે બુટલેગરો દ્વારા એક ટેન્કરમાં દારૂ ભરી આવી રહ્યા હોવાની જિલ્લા એલસીબી પોલીસ છાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાલનપુર તરફથી ટેન્કર નબર GJ-06-VV-7191માં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ભરીને પાલનપુર તરફથી ઉંઝા તરફ જનાર છે તેવી બાતમી મળી હતી.

બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે છાપી નજીકથી શેરપુરા પાટીયા પાસે વોચ ગોઠવી બાતમી વાળી ટેન્કર નબર GJ-06-VV-7191માં બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે નવો કીમિયો રચ્યો છે. જે બાદ એલ.સી.બી પોલીસે ટેન્કરને રોકાવી તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ- 7950 કી.રૂ.32,93,200/- તથા મોબાઈલ નંગ-1 કી.રૂ.5000/- ટ્રેન્કર ગાડી કી.રૂ.7,00,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ,40,00,330/- મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક જુજારામ મગારામ જાટ રહે.અરણીયાળી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાન વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ છાપી પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!