થરાદમાં ધોમધખતા તાપમાં પંકજમુનીએ 11 દિવસની અગ્નિ તપસ્યા શરૂ કરી : આજુબાજુ ચારે તરફ છાણાંની અગ્નિ પ્રગટાવી

- Advertisement -
Share

બનાસકાંઠાના થરાદમાં અવાર-નવાર સંતો મહંતોનું આગમન થતું હોય છે. ફરી એકવાર આ થરાદ નગરની પવિત્ર ધરતી ઉપર આવેલા બળિયા હનુમાન મંદિરની પાવન જગ્યામાં કઠોર તપસ્યાઓ કરવા માટે જાણીતા પંકજમુની 11 દિવસની અગ્નિ તપસ્યા 07 જૂનથી શરૂ થઇ છે. જે 17 જૂન સુધી ચાલુ રહેશે.

 

 

 

 

આવા ધોમધખતા તાપમાં આજુબાજુ ચારે તરફ છાણાંની અગ્નિ પ્રગટાવવામાં આવી છે અને અગ્નિ વચ્ચેની જગ્યામાં પંકજમુની એક કંતાન પહેરીને તપસ્યા કરી રહ્યા છે. સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યાં સુધી આ તપસ્યાં યથાવત રહે છે. વિશ્વ કલ્યાણ થાય અને વિશ્વમાં શાંતિ ફેલાય તેવા ભાવથી આ તપસ્યા ચાલુ કરવામાં આવી છે.

 

 

 

 

 

12 વર્ષ પહેલાં પણ સંત મહાત્મા દ્વારા 41 દિવસની અગ્નિ પરીક્ષા કરવામાં આવી હોવાનું પૂજારી મોન્ટુ મહારાજે જણાવ્યું હતું. પંકજમુની બાલ્યકાળથી સંસારનો ત્યાગ કરીને સન્યાસી જીવન જીવી રહ્યા છે. તે ભારતભરના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની કઠોર તપસ્યાઓ કરે છે. ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાથી તે તરબોળ છે. પોતાના દર્શન કરવા આવતા લોકોને કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધામાં ન આવવા માટે અપીલ કરે છે અને વ્યક્તિએ પુરુષાર્થ કરતા રહેવું જોઈએ અને હતાશ કે નિરાશ થયા વગર જિંદગી જીવવા માટેની સમજણ આપતા હોવાનું ભક્તો જણાવી રહ્યા છે.

 

 

 

 

પૂજારી મોન્ટુ મહારાજે જણાવ્યું હતું કે, થરાદના બળીયા હનુમાન ખાતે અશોક વટીકામાં પરમ પૂજ્ય પંકજમુની બાપુએ તપસ્યાનો પ્રારંભ બાપુ અગ્નિ તપ માટે બિરાજમાન થયા અને આ તપસ્યા 07 જૂનથી કરી 17 જૂન સુધી અગિયાર દિવસ સુધી ચાલશે. આ તપસ્યાનો હેતુ માત્ર એટલો જ છે વિશ્વ શાંતિ થાય અને કોરોના મહામારી નાશ થાય અને વિશ્વનું કલ્યાણ થાય તેજ ભાવથી ભારત ભરના ઋષિમુનિ આવી તપસ્યાઓ કરે છે.

 

પંકજમુની આવા ઉનાળામાં સમયમાં ધગધગતા તાપની વચ્ચે થરાદની આ પાવન ધરા પર આજથી બાર વર્ષ પહેલાં બાપુએ આજ જગ્યા પર એકતાલી દિવસની તપસ્યા કરેલી અને બાર વર્ષ પછી વિશ્વ કલ્યાણ અર્થે પૂન: બાપુએ થરાદ નગરીના બળીયા હનુમાનજીના મંદિરે અગિયાર દિવસની તપસ્યા શરૂ કરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!