કાંકરેજના મૈડકોલ ગામ નજીકથી એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપ્યા : એક શખ્સ ફરાર

- Advertisement -
Share

વિદેશી દારૂની બોટલ નંગ-929, મોબાઇલ નંગ-2 અને અશોક લેલેન્ડ ગાડી સહીત મુદ્દામાલ કુલ રૂ. 4,02,900 નો જપ્ત કર્યો

કાંકરેજ તાલુકાના મૈડકોલ ગામ નજીકથી એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-929, મોબાઇલ નંગ-2 અને અશોક લેલેન્ડ ગાડી સહીત મુદ્દામાલ કુલ રૂ. 4,02, 900 નો જપ્ત કર્યો હતો. જ્યારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો. આ અંગે એલ.સી.બી. પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી એલ.સી.બી. પોલીસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે એક અશોક લેલેન્ડ ગાડી નં. GJ-01-DU-0522 માં વિદેશી દારૂ ભરી દિયોદરથી થરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે મૈડકોલ ગામ નજીક હનુમાનજીના મંદિર પાસેના રસ્તા નજીક વોચમાં હતા. તે દરમિયાન અશોક લેલેન્ડ ગાડી આવતાં તેને રોકાવી તલાશી લેતાં ગાડીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની બોટલ નંગ-929 રૂ. 92,900 મોબાઇલ નંગ-2 રૂ.10,000 અને અશોક લેલેન્ડ ગાડી રૂ. 3,00,000 કુલ રૂ.4,02,900 ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક રફીક મહમંદભાઇ ઓઠા (રહે. જાસીપુરા, જી. જૂનાગઢ) અને મેહુલ ભીખુભાઇ ધારીયા (રહે. બાબા પીપળીયા, તા. જેતપુર, જી.જૂનાગઢ) વાળાઓને ઝડપી પાડ્યા હતા તેમજ માલ મંગાવનાર ફરાર કપિલ પંજાબી (સિંધી) (રહે. રાજકોટ) વાળા વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!