પાલનપુરના કાણોદરમાં એક સમાજના 2 જૂથો વચ્ચે ધિંગાણું ખેલાયું : 6 વ્યકિતઓ ઘાયલ

- Advertisement -
Share

બંને સમાજ વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થયો હતો : ઘાયલોને છાપી અને પાલનપુરની 108 વાન દ્વારા સારવાર અર્થે ખસેડાયા

 

પાલનપુરના કાણોદર ગામમાં બુધવારે એક જ સમાજના 2 જૂથો સામસામે લાકડીઓ અને છૂટા હાથની મારામારી કરતાં ચકચાર મચી ગઇ હતી.
જેમાં 6 વ્યક્તિઓને ગંભીર અને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તમામ ઘાયલોને છાપી અને પાલનપુરની 108 વાન મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના કાણોદર ગ્રામ પંચાયતની બાજુમાં બુધવારે ગામના એક જ સમાજના 2 જૂથો વચ્ચે અચાનક અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો.
જ્યાં ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથો સામસામે લાકડીઓ અને છૂટા હાથની મારામારી પર ઉતરી સામસામે હુમલો કરતાં 6 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જેમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

જેને લઇ સ્થાનિકે 108 વાનને જાણ કરતાં તાત્કાલીક છાપી 108 વાનમાં પાઇલોટ ભરતભાઇ પરમાર, ઇ.એમ.ટી. વિક્રમભાઇ પરમાર અને પાલનપુરની 108 વાન પાઇલોટ મહેન્દ્રભાઇ પુરબીયા અને

 

ઇ.એમ.ટી. ચંદ્રકાન્ત સોલંકી દ્વારા કાણોદર ગામના નરેશભાઇ દેવીપૂજક, રાઇભલભાઇ દેવીપૂજક, શાંતિભાઇ દેવીપૂજક, અશોકભાઇ દેવીપૂજક, વિનોદભાઇ દેવીપૂજક અને કિરણભાઇ દેવીપૂજકને હાથે પગે
અને માથાના ભાગે ગંભીર તેમજ નાની-મોટી ઇજાઓ પહોંચતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!