થરાદ-વાવ હાઇવે પર દુકાનમાં જીવંત વીજ વાયર તૂટી પડ્યો : આગ લાગતાં અફડા-તફડી

- Advertisement -
Share

થરાદ-વાવ હાઇવે પર સોમવારે એક દુકાનમાં અચાનક જીવંત વીજ વાયર તૂટી પડ્યો હતો જેથી દુકાનમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતા અને થરાદ નગરપાલિકાના ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે દુકાનના માલિકને વ્યાપક નુકશાન થયું હતું.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાના જીલ્લાના છેવાડે આવેલા થરાદ-વાવ હાઇવે પર સોમવારે હિંગળાજ કોર્પોરેશનમાં એક દુકાનમાં અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતાં દુકાનમાં આગ લાગતાં અફડા-તફડી સર્જાઇ હતી.

[google_ad]

જેમાં શોર્ટ-સર્કીટના કારણે ફર્નિચર, એ.સી. અને અગત્યના કાગળો બળીને ખાખ થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થરાદ નગરપાલિકાના ફાયર-ફાઇટર વિભાગને કરતાં તેમની ટીમ ઘટનાસ્થળે દોડી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

[google_ad]

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આગ લાગતાં દુકાનના માલિકનો જીવ તાળવે ચોંટ્યો હતો. દુકાનમાં આગ લાગતાં ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જ્યારે દુકાનમાં માલ-સામાન પડેલ બળીને ભષ્મીભૂત થઇ જતાં દુકાનદારને લાખો રૂપિયાનું નુકશાન વેઠવવાનો વારો આવ્યો હતો.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!