દાંતીવાડામાં ખેતર માલિકે તારમાં વીજ કરંટ ચાલુ રાખતા 13 વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના ગાગુંદરામાં એક ખેતરમાં ખેતર માલિકે તારમાં કરંટ ચાલુ રાખતા 13 વર્ષના કિશોરને કરંટ લાગવાથી કિશોરનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણના પગલે UGVCLના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતક કિશોરની લાશને પાંથાવાડા ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં ઉભા પાકને રખડતા પશુઓથી નષ્ટ થતા બચાવવા માટે ખેતરની ચારેબાજુ વીજ કરંટ લગાવવામાં આવે છે પરંતુ આવા જ કારણથી અનેકવાર અનેક લોકો કરંટ લાગવાના કારણે મોતને ભેટી ચૂક્યા છે.

ત્યારે આજરોજ દાંતીવાડાના ગાગુંદરા ગામે અનુપસિંહ ગાંગરસિંહ સોલંકીના ખેતરમાં તારમાં કરંટ ચાલુ રાખતા એક 13 વર્ષીય કિશોર કલ્પેશસિંહ સેતાનસિંહ દેવલ રહે.ભીલાચલ તારને અડી જતા 13 વર્ષીય કિશોરનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.

કરંટ લાગવાથી 13 વર્ષીય કિશોર કલ્પેશસિંહની મોત થયાની જાણ આજુબાજુના લોકોને થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ 13 વર્ષીય કિશોરનું કરંટ લાગવાથી મોત થયાની જાણ યુ.જી.વી.સી.એલના અધિકારીને થતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિદ્યુત પ્રવાહ બંધ કરી લાશને પી.એમ અર્થે પાંથાવાડા રેફરલ ખાતે ખસેડાયો હતો. તેમજ પાંથાવાડા પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!