ડીસાના ટેટોડા નજીક મોબાઇલ અને રોકડ રકમની ઉઠાંતરી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે શખ્સ પાસેથી મોબાઇલ અને રોકડ રકમ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

 

ડીસાના ટેટોડા ગામ નજીક ગાડી પાર્ક કરીને સૂતેલા ચાલક પાસેથી રોકડ અને મોબાઇલની ચોરી કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડયો છે.
પોલીસે મોબાઇલ ચોર સ્વીફ્ટ કારના ચાલકની અટકાયત કરી છે. જ્યારે ચોરાયેલ રોકડ અને મોબાઇલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં જીપડાલાના ચાલક પાસેથી સ્વીફ્ટ કારનો ચાલક મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરી ગયો હોવાની ઘટના બની છે.
ડીસાના રામસણ ગામમાં રહેતાં અલ્પેશભાઇ ઠાકોર જીપડાલામાં ફેરો લઇને રામદેવરા સંઘમાં ગયા હતા અને પરત આવતાં તેઓ થાકી જતાં ટેટોડા ગામ નજીક દર્શન હોટલ આગળ ગાડી પાર્ક કરીને સૂઇ ગયા હતા.
તે દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ તેમનો મોબાઇલ અને રોકડ રકમની ચોર કરી જતાં તેમણે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

આ બનાવને પગલે પોલીસે તાત્કાલીક તપાસ કરતાં ઝેરડા ત્રણ રસ્તા નજીક આવી રહેલી શંકાસ્પદ સ્વીફ્ટ કારને થોભાવી તલાશી લીધી હતી.

 

તે દરમિયાન કાર ચાલક ગોપાલપુરી બાવા પાસેથી એક શંકાસ્પદ મોબાઇલ મળી આવ્યો હતો. જે બાબતે પોલીસે કડક પૂછપરછ કરતાં તેણે આ મોબાઇલ જીપડાલામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
જેથી પોલીસે તેની પાસેથી મોબાઇલ અને રોકડ રકમ જપ્ત કરી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે સ્વીફ્ટ કાર ચાલક અને મોબાઇલ ચોરની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!