ડીસામાં વિવાદીત બગીચા મામલે 3 અધિકારીઓ સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની નોટીસ ફટકારી : તાત્કાલીક બગીચો ચાલુ નહીં કરે તો ફરિયાદ દાખલ થશે

- Advertisement -
Share

હાઇકોર્ટના હુકમનો અનાદર : ડીસા નગરપાલિકાએ રૂ. 2.75 કરોડના ખર્ચે લોકોની સુખાકારી માટે હવાઇ પિલ્લર નજીક બગીચો બનાવ્યો હતો

 

ડીસામાં વિવાદીત બગીચામાં હવે 3 અધિકારીઓ સામે કોર્ટ ઓફ કન્ટેમપ્ટ મુજબ ફરિયાદ થઇ શકે છે.
બગીચો ચાલુ કરવાનો નામદાર હાઇકોર્ટના હુકમનો અનાદર કરતાં જીલ્લા કલેક્ટર, ડીસા નાયબ કલેક્ટર અને ચીફ ઓફીસરને નોટીસ આપી છે.

ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકાએ રૂ. 2.75 કરોડના ખર્ચે લોકોની સુખાકારી માટે હવાઇ પિલ્લર નજીક બગીચો બનાવ્યો હતો.

પરંતુ ભાજપના જ આંતરિક વિખવાદના કારણે આ બગીચા પર જમીનની ક્વેરી કાઢી સ્ટે આવ્યો હતો. જેના બાદ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બગીચાને શરૂ કર્યો ન હતો.
ત્યારબાદ ડીસાના જાણીતા વકીલ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાઇકોર્ટ સુધી લડત આપી બગીચા પરનો સ્ટે હટાવ્યો હતો અને હાઇકોર્ટે પણ ત્વરીત બગીચો ચાલુ કરવા માટે આદેશ કર્યો હતો.

આ આદેશ બાદ 20 દિવસ થવા છતાં પણ હજુ સુધી બગીચો ચાલુ કર્યો નથી. જેથી અરજદારે જીલ્લા કલેક્ટર, ડીસા નાયબ કલેક્ટર અને ચીફ ઓફીસરને નોટીસ ફટકારી બગીચો જલ્દી ચાલુ કરવા માટે
જણાવ્યું હતું. આ ઉપરાંત જો તેમ કરવામાં વિલંબ થશે તો અરજદાર આ ત્રણેય અધિકારીઓ સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ મુજબ ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!