બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો : કાંકરેજ પાસેથી હિટાચી મશીન અને ડમ્પર કબ્જે કરાયું

Share

બનાસકાંઠાના કાંકરેજ પાસે ખનીજ ચોરી કરતા હિટાચી મશીન અને રેતી ભરેલા ડમ્પર ભૂસ્તર વિભાગે ઝડપી પાડી રૂપિયા 80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી ખનીજચોરી કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. અગાઉ પણ અનેક વખત ખાનગી રાહે ચેકીંગ કરી ખનીજ ચોરી ઝડપી પાડી હતી. ત્યારે ફરી એકવાર ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મેળવી છે.

 

[google_ad]

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અવનવા તરીકાથી ખનિજચોરી ઝડપવામાં સતત સફળ રહ્યા છે. ખાનગી વાહનોમાં ચેકિંગ હાથ ધરી રેકોર્ડ બ્રેક આવક પણ ખનીજ વિભાગ મેળવી છે. ત્યારે ગતરોજ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા પાસે બનાસ નદીમાં હીટાચી મશીન દ્વારા ખનીજ ચોરી થઈ રહી હોવાની બાતમી ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીને મળતા તેમની ટીમને ખાનગી વાહનમાં રવાના કરાઇ હતી.

[google_ad]

આ ટીમ બાવળાની જાડીઓ અને ખેતરોમાં થઈ અને ખનીજ ચોરી કરતા હિટાચી મશીન સુધી પહોંચ્યા અને રેતી ભરેલું એક ડમ્પર અને હીટાચી મશીન ઝડપી પાડ્યું હતું. ભૂસ્તર વિભાગે રૂપિયા 80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી થરા પોલીસ મથકે લાવ્યો હતો અને દંડની કાર્યવાહી હાથ ધરી હતી.

 

[google_ad]

બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે અને ઓચિંતી ચેકીંગ અમારી ટિમ દ્વારા હાથ ધરવામાં આવે છે. જેમાં આજે કાંકરેજના ટોટાણા પાસે બનાસનદીમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા મશીન અને રેતી ભરેલા ડમ્પરને ઝડપી પાડ્યા છે અને મુદ્દામાલને થરા પોલીસ મથકે મુકવામાં આવ્યો છે.

 

 

From – Banaskantha Update


Share