ભારત સરકાર દ્વારા આર્ત્મનિભર પ્રોજેક્ટ અંતર્ગત દેશના ખેડૂતોની આવક થાય તે હેતુથી હાલમાં સર્વે ચાલી રહ્યો છે. જે અંતર્ગત બુધવારે ડીસા તાલુકાના રાણપુર ગામમાં રહેતાં ખેડૂતની મુલાકાતે કેન્દ્ર સરકારની કૃષિ મંત્રાલય ટીમ પહોંચી હતી. જ્યાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે માહિતી મેળવી હતી.
[google_ad]
બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી આધારીત જીલ્લો માનવામાં આવે છે. જેમાં ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂત કનવરજી વાધણીયાના ખેતરે આર્ત્મનિભર ભારત પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ વિભાગની ટીમે મુલાકાત કરી હતી. જેમાં ડીસા તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
[google_ad]
અહીં કેન્દ્ર સરકાર દ્વારા પહોંચેલી ટીમ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને કઇ રીતે દૂર કરી શકાય તે અંગે ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરાઇ હતી. ખાસ કરીને ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં ડીસા તાલુકામાં મગફળીનું વાવેતર કરાયું હતું.
[google_ad]
પરંતુ સતત બદલાતા વાતાવરણ અને વરસાદના કારણે મગફળીમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. જેથી આ કાર્યક્રમમાં કૃષિ મંત્રાલયના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે મગફળીના પાકમાં થયેલા નુકશાન અંગે ખાસ ચર્ચા-વિચારણા કરાઇ હતી.
[google_ad]
દેશના વડાપ્રધાન જ્યારે વર્ષ-2022 માં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે હાલમાં કેન્દ્ર સરકારની ટીમો દ્વારા અલગ-અલગ જીલ્લાઓની મુલાકાત લઇ ખેડૂતોની પડતી મુશ્કેલીઓ ચર્ચા-વિચારણા કરી તેના નિરાકરણ માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.
[google_ad]
ત્યારે ડીસાના રાણપુર ગામ ખાતે કેન્દ્ર સરકારની આત્માની પર પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ મંત્રાલય જેમનું ખેડૂતો દ્વારા પણ સ્વાગત કરાયું હતું.
[google_ad]