ડીસામાં જીવદયાપ્રેમીઓએ પાડા ભરેલું જીપડાલું ઝડપ્યું

- Advertisement -
Share

ડીસા શહેર દક્ષિણ પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ડીસા-પાલનપુર હાઇવે પર રાજમંદિર નજીકથી પાડા ભરીને જતાં જીપડાલાને જીવદયાપ્રેમીઓએ રોકાવી પૂછપરછ કરતાં શાંતિકારક જવાબ ન મળતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાની ઓમકાર સોસાયટીમાં રહેતાં અને જીવદયાપ્રેમી કેતન કિશોરભાઇ લીંબાચીયા, રમેશભાઇ જેઠવા અને રોહીતકુમાર મહેતા રવિવારે રાત્રે સાડા દસેક વાગ્યાના સમયે
પાલનપુર હાઇવે પરના રાજમંદિર સામે ઉભા હતા. તે દરમિયાન GJ-23-V-4256 નંબરનું શંકાસ્પદ જીપડાલુ પસાર થતાં તેને રોકાવી તપાસ કરતાં 5 પાડા મળી આવ્યા હતા અને તેઓને ઘાસચારો તેમજ
પાણીની વ્યવસ્થા ન હતી. આ ઉપરાંત કોઇ પાસ પરમીટ પણ મળી આવ્યું ન હતું. જયારે જીવદયાપ્રેમીઓએ રાજપુર ડીસા પાંજરાપોળમાં 5 પાડાઓ મૂકી ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી હતી.
આ અંગે જીવદયાપ્રેમી કેતનકુમાર કિશોરભાઇ લીંબાચીયાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વશરામભાઇ જગતાભાઇ માજીરાણા (રહે. જસરા, તા. લાખણી) અને રમેશભાઇ બાજુભાઇ વાલ્મિકી (રહે. ગેળા, તા. લાખણી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!