પાલનપુરમાં એક સપ્તાહથી પાણી ન આવતું લોકોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

સલીમપુરા દરવાજામાં પાણી ન આવતાં મહીલાઓ રોષે ભરાઇ : નગરપાલિકામાં જાણ કરવા છતાં પાણી ન આવતાં લોકો ભડક્યા

 

પાલનપુરમાં પીવાના પાણીને લઇને બૂમરાડ ઉઠી છે. છેલ્લા એક સપ્તાહથી પીવાનું પાણી ન આવતું હોવાથી જનતાનગરના સલીમપુરા દરવાજા વિસ્તારના લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં જાણ કરવા છતાં પાણી ન આવતાં લોકોમાં આક્રોશ ભભૂક્યો છે.

બનાસકાંઠા જીલ્લામાં ઠેર-ઠેર પાણી માટે બૂમરાડ ઉઠવા પામી છે. સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા સામે આવતી હોય તેવા કિસ્સાઓ તો છે જ સાથે સાથે બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ પીવાના પાણીની સમસ્યા સામે આવી છે.
જેમાં જનતાનગરના સલીમપુરા દરવાજામાં છેલ્લા એક સપ્તાહથી પાણી ન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.
જેમાં સલીમપુરા દરવાજામાં પાણી ન આવતાં મહીલાઓ રોષે ભરાઇ છે. જો કે, સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પાણી ન આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

 

આ અંગે સ્થાનિક મહીલાએ જણાવ્યું હતું કે, ‘અમારા સલીમપુરા દરવાજામાં સપ્તાહથી પાણી આવતું નથી. નગરપાલિકાના લોકો કહે છે કે, પાણી દરરોજ છોડીએ છીએ.
અહીંયા અમારે સપ્તાહથી પાણી આવતું નથી. સબંધિત લોકોને કહેવા જઇએ તો કહે છે કે, નગરપાલિકામાં જાઓ. હવે અમે ક્યાં પાણી ઉપાડવા જઇએ. ?’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!