ડીસાના બિજનેશ વર્લ્ડ શોપિંગ નજીક ગલીમાં પાર્ક કરેલ એક્ટીવાની કોઇ અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી જતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોધાયી.
જિલ્લામાં વાહન ઉઠાંતરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જ્યારે ડીસા ખાતે રહેતાં ભાવિનકુમાર કેશવલાલ કતીરા(સિન્ધી )ગત ગુરૂવારે રાત્રે દવા લેવા ગયેલ હતાં. જે બાદ પરત ઘરે જતા સમયે બિજનેશ વર્લ્ડ શોપિંગ નજીક એક્ટીવા બંધ થતાં બાજુમાં ગલીમાં એક્ટીવા પાર્ક કરી પેટ્રોલ લેવા ગયેલ હતાં.
જે બાદ પરત આવી જોતા એક્ટીવા મળી આવેલ નહીં. જેથી આજુબાજુ તપાસ કરતાં એક્ટીવા ન મળી આવતાં કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોવા અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update