ભીલડી: મોજશોખ માટે રાહદારીઓના મોબાઈલ ખેચી નાસી જતાં 2 મોબાઈલ સ્નેચરોને પોલસે ઝડપી પાડ્યા

Share

ભીલડી પોલીસ સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે મુડેઠા ગામ રોડ પરથી બે આરોપી (1) અલ્પેશસિંહ ઉદેસિંહ સોલંકી ઉ.વ. 23 રહે. કંબોઈ તા. કાંકરેજ,જી-બનાસકાંઠા તથા (2) સિધ્ધરાજસિંહ નાથુસિંહ પરમાર ઉ.વ 21 રહે. નાની આખોલ તા. ડીસા, જી-બનાસકાંઠાનાઓને પ્લેટીના બાઈક તથા મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા.

Advt

[google_ad]

સદરી બંન્ને આરોપીઓની પુછપરછ કરતાં તેઓએ એકરાર કરેલ કે ”આજથી પંદરેક દિવસ અગાઉ રાત્રીના સમયે બંન્ને જણાં પ્લેટીના બાઈક પર આવી વડાવળ રોડ પર બાઈક લઈ ઉભેલ એક વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ખેંચી લઈ નાસી ગયેલ અને આ કામ પોતાના મોજ શોખ પુરા કરવા માટે કરતા હતા”

[google_ad]

જેથી ટેકનિકલ સ્ટાફ દિયોદર તથા પોકેટકોપની મદદથી મોબાઈલ સ્નેચીંગ સંબંધે ભીલડી પોસ્ટે ગુ.ર.નં 11135008210911/2021 ઈપીકો કલમ 379(A)(3) મુજબનો ગુનો દાખલ થયેલ હોઈ આરોપીઓનું બજાજ પ્લેટીના બાઈક કીમત રુપીયા 65,000/- તથા ચોરી થયેલ મોબાઈલ ફોન કિ રુ.10,000/-નો તથા અન્ય મોબાઈલ ફોન કિં રુ 10,000/- મળી કુલ કિ. રુપિયા 85,000/-નો મુદ્દામાલ કબ્જે કરી મોબાઈલ સ્નેચિંગનો અનડિટેકટ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો.

 

From – Banaskantha Update


Share