દાંતીવાડાના ડાંગિયા પાસે એક્ટિવા ગાય સાથે અથડાતા BSF વિદ્યાલયમાં ભણતા યુવકનું કરુણ મોત નીજ્યું : બે ઈજાગ્રસ્ત

Share

દાંતીવાડાના ડાંગિયા પાસે રવિવારે રાત્રે એક્ટિવા ચાલક ગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું તેમજ 2 લોકોને ઇજાઓ થતાં સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોના ત્રાસથી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે તો ક્યાંક ક્યાંક માસુમ લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે રવિવારની રાત્રે SRP ગ્રુપ-3માં વર્ગ-4માં મોચી કામ કરી ગુજરાન કરતા પ્રીતમસિહનો પુત્ર પંચમ અને અન્ય 2 યુવકો દાંતીવાડાના ડાંડીયા પાસે એક્ટિવા પર પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન રોડ પર બેઠેલ ગાય સાથે એકટીવા અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત થયું હતું તેમજ 2 લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

આ ઘટનાના પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક દાંતીવાડા પોલીસને જાણ કરતા દાંતીવાડાની પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતકની બોડીને પી.એમ અર્થે વાઘરોલ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. રખડતા ઢોરોના ત્રાસથી આજે એક આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો.

[google_ad]

મૃતકનું નામ:-

પંચમ પ્રીતમસીહ ગ્યાનીરામ બેસરવાડીયા
હાલ રહે. SRP ગ્રુપ-૩ કેમ્પસ,મડાણા

ઈજાગ્રસ્તોના નામ:-

(1) સમીર હેમરાજભાઈ પરમાર
(2) કુલદીપ દિનેશભાઈ મકવાણા

 

From – Banaskantha Update


Share