ગુજરાતમાં બે કો-ફાઉન્ડર દ્વારા આરોગ્યમ ઇ-ક્લિનિક નિઃશુલ્ક કોવિડ હેલ્પલાઇન શરૂ કરાઇ

- Advertisement -
Share

 

ગુજરાતમાં બે કો-ફાઉન્ડર દ્વારા આરોગ્યમ ઇ-ક્લિનિક નિઃશુલ્ક કોવિડ હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જેમાં બે કો-ફાઉન્ડર દ્વારા કોરોના પોઝીટીવ અથવા શંકાસ્પદ દર્દીઓ માટે ટેલી ચકાસણી દ્વારા જરૂરી સલાહ-સુચન આપવામાં આવે છે.

 

 

જ્યારે નારોલ ગામમાં આવેલ ગણેશ નગર સ્લમ વિસ્તારમાં જ્યા 2,000 થી 3,000 લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. મજદૂર વર્ગને આરોગ્યમ ઇ-ક્લિનિક દ્વારા મફતમાં ટેલી ચકાસણી કરી સારવાર અને નિદાન આપવામાં આવે છે.

 

ગુજરાતમાં ડો. અમ્માર મેમણ અને શિવાની શાહ આરોગ્યમ ઇ-ક્લિનિક સ્ટાર્ટઅપના કો- ફાઉન્ડર છે. જેમાં લોકો રૂરલ એરીયામાં અને સબ અર્બન એરીયામાં ટેલી ચકાસણીની મદદથી શહેરના સુપર સ્પેશિયાલીસ્ટ તબીબને અહીંના લોકોથી જોડીએ છીએ.

 

ગુજરાતમાં હમણા વધી રહેલા કોરોનાના કેસોને લઇ લોકો માટે આરોગ્યમ ઇ-ક્લિનિક દ્વારા ફ્રી કોવિડ હેલ્પલાઇન શરૂ કરી છે. જેમાં એમ.બી.બી.એસ. અને નિષ્ણાંત તબીબો દ્વારા કોરોના પોઝીટીવ અથવા શંકાસ્પદ દર્દીઓ માટે ટેલી ચકાસણી દ્વારા જરૂરી સલાહ-સુચન આપવામાં આવે છે.

 

હોમ આઇસોલેશન વિશે સમજાવવામાં આવે છે. જ્યારે ચકાસણી પ્રમાણે પ્રિસ્ક્રીપ્શન તમને વોટ્‌સએપ કરવામાં આવે છે અને આ સેવા તદન નિઃશુલ્ક છે. જેથી તમે ઘરે બેઠા તમારો, તમારા વડીલોનો કે કુટુંબીજનોની નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર લઇ શકો છો.

 

આ હેલ્પલાઇનના ફાયદા આ પ્રમાણે છે.
(1) સંપૂર્ણ નિઃશુલ્ક છે.
(2) સ્વ-દવા (દર્દીને તબીબની સલાહ લીધા વગર જાતે દવા લેવી તે) ઘટાડી શકાય છે. (self medication)

 

(3) જરૂરીયાતવાળા દર્દીને જ હોસ્પિટલનું કહેવાથી હોસ્પિટલમાં થતી ભીડ રોકી શકાય છે અને જરૂરીયાતવાળા દર્દી માટે હોસ્પિટલમાં જગ્યા રાખી શકાય છે. (જેથી કરીને ગુણવત્તાવાળા સંસાધનોનો સારી રીતે ઉપયોગ થઇ શકે છે.)
(4) પોઝીટીવ દર્દી ઘરની બહાર નીકળશે જ નહી તો તેનાથી થતું સંક્રમણ પણ ઘટાડી શકાય છે. (જેનાથી સંક્રમણની ચેન તૂટી શકે છે.)

 

નારોલ ગામમાં આવેલ ગણેશ નગર સ્લમ વિસ્તારમાં જ્યાં 2,000 થી 3,000 લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. ત્યા કોઇ તબીબ તરીકે સેવા આપી રહ્યા નથી. તેમની વચ્ચે અમે ફ્રી ઇ-ક્લિનિકની શરૂઆત કરી છે.

 

જેનાથી મજદૂર વર્ગને તેમના સમય પ્રમાણે (સવારે 8 વાગે મજૂરી પર જાય અને રાત્રે પાછા આવતા હોવાથી) રાત્રે 8 વાગ્યા પછી આરોગ્યમ ઇ-ક્લિનિક દ્વારા મફતમાં ટેલી ચકાસણી કરી સારવાર અને નિદાન આપવામાં આવે છે.

 

અત્યાર સુધીમાં આરોગ્યમ ઇ-ક્લિનિક દ્વારા અલગ-અલગ ગામડાઓમાં અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કુલ 28 ક્લિનિકને ટેલી ક્લિનિકમાં ફેર-બદલ કરી છે.

 

તેના દ્વારા શહેરોથી દૂર ગામડામાં રહેલ દર્દી તેમના જ ગામમાં આવેલ ક્લિનિકમાં શહેરના સ્પેશિયાલીસ્ટ તબીબો પાસે રાહત દરે ઇલાજ કરાવી શકે છે.

 

જેનાથી ગામડાના માણસને દૂર શહેર સુધી સારવાર માટે આવવું પડતું નથી. જ્યારે સચોટ નિદાનને ઝડપી સારવાર થઇ શકે છે. જ્યારે સમય અને રૂપિયાની બચત થાય છે.

 

કો-ફાઉન્ડર વિશે :
ડો. અમ્માર મેમણ ભાવનગર મેડીકલ કોલેજમાં ઇન્ટર્ન છે અને ત્યાં તે સારી રીતે ફરજ બજાવી રહ્યા છે અને શિવાની શાહ આઇ.ટી. ડેવલોપર છે.

 

એમને અને એમની ટીમે સમાજને મદદરૂપ થવા માટે તેમના ફ્રી સમયમાંથી થોડો સમય નીકાળીને આ સ્ટાર્ટઅપ ઉભુ કર્યું છે. જેના દ્વારા તે લોકોને ઉપર દર્શાવ્યા મુજબ સેવા આપી રહ્યા છે. જેનાથી વધી રહેલા કોરોનાને અટકાવવામાં તે મદદરૂપ થઇ શકે છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!