ડીસાના માલગઢમાં વીજ ચેકીંગ માટે ગયેલી યુ.જી.વી.સી.એલ.ની ટીમ ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

હુમલાખોર પિતા-પુત્ર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

 

ઉત્તર ગુજરાત વીજ કંપની ડીસા ગ્રામ્યની ટીમ ડીસાના માલગઢ ગામમાં વીજ ચેકીંગ માટે ગઇ હતી. તે દરમિયાન માલગઢના પિતા-પુત્રએ ટીમ પર હુમલો કરતાં ચક્ચાર મચી ગઇ છે. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે હુમલાખોર પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના શુભમ પાર્ટી પ્લોટ પાછળ આવેલ તિરૂમાલા સોસાયટીમાં રહેતાં અને પાલનપુર તાલુકાના દલવાડા ગામના વતની અને હાલમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની ડીસા ગ્રામ્ય
વિભાગમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઇ હરિભાઇ પટેલ મંગળવારે વહેલી સવારે પોતાની ટીમના માણસો દેવજીભાઇ છાપીયા, હરેશભાઇ ખંડવી અને ડ્રાઇવર પ્રદીપભાઈ સાથે ડીસા તાલુકાના માલગઢ ગામમાં ચેકીંગમાં ગયા હતા.

 

તેઓ ચેકીંગ કરતા હતા ત્યારે વિક્રમ વરધાજી માળીના મકાનમાં ચેકીંગ કરતાં મીટરમાં જતાં સર્વિસ વાયરમાં પીળા રંગનો ટુકડો લગાવી એ.એમ.પી. સોકેટમાંથી આંકડી મારેલી જણાઇ હતી.
જેની લાઇનનો ચેક કરતા હતા. ત્યારે વિક્રમ માળી અચાનક આવી જુનિયર ઇજનેર શૈલેષભાઇને ઢસડી ટોમી એગામી પોતાના ઘરમાં લઇ જવા બળપ્રયોગ કર્યો હતો અને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

 

જયારે આ દરમિયાન તેના પિતા વરધાજી માળી પણ આવી જતાં તેઓએ અપશબ્દો બોલી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જયારે હવે પછી ફરી ચેકીંગમાં આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઇ ગયા હતા.
આ અંગે જુનિયર ઇજનેર શૈલેષભાઇ પટેલે પોતાના ઉપરી અધિકારી એન.બી.શ્રીમાળીને જાણ કરી તેઓ સાથે ડીસા તાલુકા પોલીસ મથકે આવી હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરનાર વિક્રમ વરધાજી માળી અને વરધાજી માળી (બંને રહે. કુડાવાળી ઢાંણી, માલગઢ, તા. ડીસા) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!