ડીસામાં વિદ્યાર્થીઓનો વેક્સિનેશન અને આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

- Advertisement -
Share

 

કોરોના કાળ બાદ પ્રથમવાર શાળા આરોગ્ય ચકાસણી ફરી એકવાર શરૂ કરાઇ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ શાળાઓમાં પહોંચી વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરી વિદ્યાર્થીઓમાં કોઇ ગંભીર બીમારીના લક્ષણો જણાય તો વિદ્યાર્થીઓને વધુ સારવાર માટેની તજવીજ હાથ ધરાઇ છે.

 

 

જ્યારે 12 થી 14 વર્ષના વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ મળી રહે તે હેતુથી વેક્સિનેશન હાથ ધરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વેક્સિનેશનનો લાભ લીધો હતો.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ફરી એકવાર શાળા આરોગ્ય ચકાસણી કેમ્પ શરૂ થઇ ચૂક્યા છે. શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના આરોગ્યને લઇ ચિંતિત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે.

 

 

પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ દરમિયાન શાળાઓ અનિયમિત થઇ જતાં શાળા આરોગ્ય ચકાસણી કેમ્પ યોજી શકયા ન હતા. પરંતુ હવે શાળાઓ એકવાર ફરી નિયમિત થતાં સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

 

 

જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ઉંચાઇ અને વજન સહીત તેમના આરોગ્યની ચકાસણી કરાઇ છે. જ્યારે સરકાર દ્વારા કોરોનાથી રક્ષણ મળી રહે અને કોરોનાનું નાના વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન વધે છે.

 

 

જેથી સમગ્ર ગુજરાતમાં બુધવારથી 12 થી 14 વર્ષના બાળકોમાં વેક્સિનેશન હાથ ધરવાની શરૂઆત કરી છે. ત્યારે ડીસા તાલુકામાં 10,000 જેટલાં ડોઝ આપવામાં આવ્યા છે.

 

ત્યારે બુધવારે ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં 12 થી 14 વર્ષના વિદ્યાર્થીઓને કોરબી વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોરોના વિરોધી વેક્સિનેશનનો લાભ લીધો હતો.

 

જ્યારે શાળામાં વિદ્યાર્થીઓ આરોગ્ય ચકાસણી પણ તબીબો દ્વારા કરાઇ છે અને વિદ્યાર્થીઓમાં ચકાસણી દરમિયાન સામાન્ય બીમારી ધરાવતા વિદ્યાર્થીઓને સ્થળ પર જ દવાઓ અપાઇ છે.

 

જ્યારે કોઇ વિદ્યાર્થીઓમાં ગંભીર બીમારીના લક્ષણો જણાય તો તેનો રીપોર્ટ તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવી રહ્યો છે અને આવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય સારવાર માટેની વ્યવસ્થા કરાઇ છે. જ્યારે ડીસામાં પણ શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરાઇ હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!