પાલનપુરના રહીશનો મોબાઈલ ગુમ થયો : કન્ટ્રોલ રૂમની ટીમે મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કરતાં ખુશી

Share

પાલનપુરના સ્થાનિક રહીશ ગણપતભાઈ જોષી અમીરરોડ-દેનાબેન્ક પાસેથી ઓટોરિક્ષામાં બેઠા હતા. બાદમાં દિલ્હીગેટ ખાતે ઉતરી ગયા હતા. જે દરમિયાન શરતચૂકથી મોબાઈલ ઓટોરિક્ષામાં રહી ગયો હતો.

[google_ad]

શોધખોળને અંતે પાલનપુર નેત્રમ સી.સી.ટી.વી. કંટ્રોલરૂમમાં આ બાબતે જાણ કરતા પી.એસ.આઈ. કે.ડી.રાજપૂત, પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ માનજીભાઈ તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ અણસીબેન પાતાભાઈ સહિત નેત્રમ સીસીટીવી કન્ટ્રોલ રૂમની ટીમની મહેનતથી રિક્ષાચાલકને શોધી કાઢી તેની પાસેથી મોબાઈલ મેળવી મુળ માલિકને પરત કરતા ખુશીની લાગણી જોવા મળી હતી.આમ આ નેત્રમ સીસીટીવી કંટ્રોલ રૂમ શહેરીજનો માટે ફાયદારૂપ સાબિત થઈ રહ્યો છે.


Share