જેતપુરના વેપારીને ડીસાના 2 શખ્સોએ ખોટો ચેક આપી છેતરપિંડી આચરતાં ચકચાર

- Advertisement -
Share

ટ્રકમાં મગફળી ખોળ પ્રતિકીલો રૂ. 30 ના ભાવે 240 થેલી જેનું વજન 13,140 કિલો અને તેની કિંમત રૂ. 3,94,200 ડીસામાં મોકલી આપી હતી

 

ડીસા તાલુકાના કણઝરા ગામમાં રહેતાં 2 શખ્સોએ જેતપુરમાં ઓઇલ મીલ ચલાવતા વેપારી પાસે રૂ. 3,94,200 ના મગફળીના ખોળની ખરીદી કરી હતી.

ત્યારબાદ અન્યના નામનો ખોટો ચેક આપી છેતરપિંડી આચરતાં વેપારીએ ડીસા તાલુકા પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, મૂળ જેતપુરમાં રહેતાં સંદીપભાઇ કાન્તીભાઇ અમૃતીયા જેતપુરમાં ભાગીદારીમાં ઓઇલ મીલ ચલાવે છે.

 

જેમાં વિપુલભાઇ અને યોગેશભાઇ કડીયા તેમના ભાગીદાર છે. જેઓ આજુબાજુના ગામડાના ખેડૂતો પાસે મગફળી પીળી ખોળ ખરીદી કરી વેચાણ કરે છે.

 

ગત તા. 12/06/2022 ના રોજ તેમના ભાગીદાર વિપુલભાઇના મોબાઇલ ઉપર વિષ્ણુભાઇ લાલાભાઇ ઠાકોર નામના વ્યક્તિનો ફોન આવેલો ડીસામાં મગફળી ખોળ ખરીદવા માટે વાત કરી હતી.

 

અને ગાડી ડીસા મોકલી આપવા જણાવતાં જેથી વિપુલભાઇએ તા. 14/06/2022 ના રોજ ટ્રકમાં મગફળી ખોળ પ્રતિકીલો રૂ. 30 ના ભાવે 240 થેલી જેનું વજન 13,140 કિલો અને તેની કિંમત રૂ. 3,94,200 ડીસામાં મોકલી આપી હતી.

 

અને તેનું પેમેન્ટ લેવા માટે સંદીપભાઇ અને તેમના ભાગીદાર યોગેશભાઇ પોતાની ગાડી લઇ ડીસામાં આવ્યા હતા અને તા. 15/06/2022 ના રોજ સવારે ડીસા-પાટણ હાઇવે નજીક શ્રીરામ વે-બ્રિજ જોડે આવી

 

યોગેશભાઇએ ફોન કરી વિષ્ણુભાઇ ઠાકોરને જણાવેલ કે, તમારી મગફળી ખોળની ગાડી આવી ગયેલ છે અને તેના પગલે વિષ્ણુભાઇ ઠાકોર ત્યાં તેમના ભાગીદાર મુકેશભાઇ ઠાકોરને લઇ ત્યાં આવેલા અને ગાડીનું વજન

 

કરતાં કુલ વજન 13,140 કિલો મગફળી ખોળ જેની કિંમત રૂ. 3,94,200 થતી હોઇ આ પેમેન્ટ પેટે વિષ્ણુભાઇએ રૂ. 2,00,000 રોકડા અને બાકીના રૂપિયા ચેકથી આપવા તેમ જણાવી યોગેશભાઇ અને સંદીપભાઇને વિશ્વાસમાં લીધા હતા.

 

અને આ તમામ માલ અન્ય વાહનમાં ભરાવી રવાના કર્યા બાદ મુકેશભાઇ ઠાકોરે કહેલ કે, યોગેશભાઇ અને સંદીપભાઇ કહેલ કે, તમે મારા ભાગીદાર વિષ્ણુભાઇ જોડે બેસો હું પેમેન્ટ લઇને આવું છું અને ત્યાંથી ગયા બાદ થોડીવારમાં મુકેશજી ઠાકોર પરત આવ્યા હતા.
અને યોગેશભાઇ અને સંદીપભાઇને કહેવા લાગ્યા પેમેન્ટ રોકડાની વ્યવસ્થા થઇ નથી. પેમેન્ટ પેટે આ કોરો ચેક રાખો હું પેમેન્ટની વ્યવસ્થા કરું છું.

 

જો કે, મુકેશભાઇએ આપેલ ચેક શ્રીજી ટ્રેડીંગના નામનો યશ બેંક ડીસાનો હતો અને જેમાં વિષ્ણુજી ઠાકોરની સહી કરેલી હતી.

 

જો કે, આ ચેકની ખરાઇ કરવા માટે યોગેશભાઇ અને તેમના ભાગીદાર ગાયત્રી મંદિર નજીક યશ બેંકમાં ગયા હતા.

 

અને બેંકમાં તપાસ કરતાં શ્રીજી ટ્રેડીંગ નામનો આ ચેક હતો અને એકાઉન્ટ વિષ્ણુભાઇ લાલાભાઇ ઠાકોરના નામનું હતું.

 

અને તે દરમિયાન વિષ્ણુભાઇના મોબાઇલ ઉપર તેમના પાર્ટનર મુકેશભાઇનો ફોન આવ્યો હતો કે, હાલ પેમેન્ટ થયું નથી અને જ્યાં સુધી પેમેન્ટ ન થાય ત્યાં સુધી તમે વેપારી જોડે રહો.
જે વાત સાંભળી વિષ્ણુજી ઠાકોરે યોગેશભાઇ અને સંદીપભાઇને કહેલ કે, જ્યાં સુધી તમારા માલનું પેમેન્ટ ન થાય ત્યાં સુધી મને તમારી જોડે રાખો.

 

જેથી અમે તમારી સાથે મોરબી લઇ જાઓ અને મારો ભાગીદાર મુકેશજી ઠાકોર પેમેન્ટ આપે ત્યારે મને ડીસા પરત મોકલશો.

 

જેથી યોગેશભાઇ અને તેમના ભાગીદાર સંદીપભાઇ પોતાની ગાડીમાં વિષ્ણુભાઇને લઇ મોરબી જવા રવાના થયા હતા.

 

અને મોરબી નજીક પહોંચતા મુકેશભાઇ ઠાકોરે વિષ્ણુભાઇને ફોન કરી જણાવેલ કે, તું પોલીસ સ્ટેશન જા અને કહે કે, આ બંને વેપારી મારૂ અપહરણ કરી લઇ જઇ રહ્યા છે.

 

જો કે, આ વાત સાંભળી આ બંને વેપારી યોગેશભાઇ અને વિપુલભાઇ વિષ્ણુજીને લઇ પોલીસ મથક પહોંચી સમગ્ર હકીકત પોલીસ મથકે જણાવી હતી.

 

જો કે, પોલીસે કડક પૂછપરછ કરતાં આ વિષ્ણુજી ઠાકોરે પોતાનું સાચું નામ ભરતજી જયંતિજી ઠાકોર (રહે. કણજરા, તા.ડીસા) વાળાનું હોવાનું જણાવ્યું હતું.

 

જો કે, પોલીસ આ બાબતે વધુ તપાસ કરતાં ડીસા તાલુકા પોલીસ મથકે મુકેશજી ઠાકોરે પોતાના ભાગીદારનું અપહરણ થયું હોવાની ખોટી ફરિયાદ પણ આપી હતી.

 

જો કે, આ છેતરપિંડી બાબતે યોગેશભાઇના ભાગીદાર વિપુલભાઇ યશ બેંકનો ચેક બેંકમાં નાખતા બેલેન્સ ન હોઇ ચેક પરત ફર્યો હતો.

 

જેથી આ સમગ્ર મામલે મીલ માલિક યોગેશભાઇ અને તેમના ભાગીદાર વિપુલભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે વિષ્ણુજી એટલે ભરતજી જયંતિજી ઠાકોર અને મુકેશજી પ્રધાનજી ઠાકોર (બંને રહે.કણઝરા, તા.ડીસા)

 

વાળા સામે ડીસામાં માલ મંગાવી ડીસામાં અન્ય ગાડીમાં ભરાવી માલના નાણાં પેટે રૂ. 3,94,200 ના બીજાના એકાઉન્ટ ચેક આપી એકબીજાના મેળાપીપણા કરી છેતરપિંડી આચરવા મામલે ફરિયાદ નોંધાવતાં
પોલીસે મુકેશજી પ્રધાનજી ઠાકોર અને ભરતજી જયંતિજી ઠાકોર (બંને રહે.કણઝરા, તા. ડીસા) વાળા સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!