37 ITBP જવાનો અને 2 J&K પોલીસ કર્મચારીઓને લઈ જતી સિવિલ બસ પહેલગામના ફ્રિસલાન ખાતે રસ્તાની બાજુની નદીના પટમાં બ્રેક ફેઈલ થઈ જતાં નીચે પડી ગઈ.
જ્યારે આ ઘટના બની ત્યારે અમરનાથ યાત્રા માટે તૈનાત સૈનિકો ચંદનવારીથી પહેલગામ જઈ રહ્યા હતા.
પ્રારંભિક અહેવાલો અનુસાર, ITBPના 6 જવાનોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય કેટલાક 30ને ઈજાઓ પહોંચી છે. ANIએ પોલીસ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, તેઓને સારવાર માટે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
From – Banaskantha Update