થરાદમાં 20 ઘેટાં બકરાની થઈ ચોરી : ઘેટાં બકરાના માલિકે નોંધાવી ફરિયાદ

Share

રાજસ્થાનથી એક પરિવાર ઘેટાં બકરા ચરાવવા ગુજરાતના થરાદ તાલુકાના ભોરડુ ગામે આવેલ ભીમપુરા રોડ પર આવેલ ગૌચરની જમીનમાં ગામની સીમમાં આવ્યા હતા. જેમાં અજાણ્યા શખ્સો રાત્રીના સમયેએ 18 ઘેટાં 2 બકરા કુલ 20 ઘેટાં બકરાની ચોરી કરતા થરાદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.

 

[google_ad]

રાજસ્થાનમાં પશુઓને ખાવા માટે ઘાસ ચારો ન મળવાથી પશુ પાલકોને હિજરત કરવાની ફરજ પડે છે. ત્યારે રાજસ્થાન પશુપાલકો અલગ અલગ પશુઓને ચરાવવા હિજરત કરે છે. ત્યારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના ભંડારીયા ખાતે રહેતા જોગારામ રતનારામ રબારી પોતાના પરિવાર સાથે 250 ઘેટાં બકરા લઈ રાજસ્થાનથી ગુજરાતના થરાદ તાલુકાના ભોરડુ ગામે ખાતે ભીમપુરા રોડ પર આવેલ ગૌચરની જમીનમાં ગામની સીમમાં 08/10/2021ના રોજ આવ્યા હતા.

[google_ad]

09/10/2021ના તમામ ઘેટાં બકરાને ભોરડું ગામમાં એક ખેતરમાં ચરાવી સાંજે ભીમપુરા રોડ પર આવેલ ગૌચરની જમીનમાં ગામની સીમમાં રોકાયા હતા. 10/10/2021ના વહેલી 6 વાગ્યાના સમયે જ્યારે જોગારામ રતનારામ રબારી તેના દીકરા ઉઠીને જોતા 18 ઘેટાં 2 બકરા આમ કુલ 20 ઘેટાં બકરા ઓછા જોવા મળેલ ત્યારે આજુ બાજુ ખાતરી કરતા ઘેટાં બકરના પગ જોતા કોઈ ઘેટાં બકરને ખેંચીને લઈ ગયેલ જણાવી આવેલ ત્યારે આજુબાજુ ગામોમાં તપાસ કરી હતી.

 

[google_ad]

ત્યારે આસોદર ગામે એક બોલેરો ગાડી ઘેટાં બકરા ભરેલ પડેલ છે તેવિ જાણ થઇ ત્યારે જોગારામ રતનારામ રબારી આસોદર ગામે જઈ બોલેરો ગાડી નંબર GJ-02-XX-0345 પડેલ હોઈ જેમાં ઘેટાં ભરેલ હતા. તે જોગારામ રતનારામ રબારીના હોવાનું સામે આવ્યું જે બાદ તે બોલેરો ગાડી પાસે ઉભા રહ્યા પરંતુ બોલેરો ગાડી લેવા આવેલ નહીં જે બાદ બોલેરો ગાડી GJ-02-XX-0345 ચાલક તેમજ તેની સાથે આવેલ આશરે બે અજાણ્યા માણસોએ 18 ઘેટાં 2 બકરા આમ કુલ 20 ઘેટાં બકરા ચોરી કરી ગયેલ જે બાબતની જોગારામ રતનારામ રબારી થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share