બનાસકાંઠાના શેરા ગામ પાસે બે દિવસ અગાઉ થયેલ અનડિટેકટ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો જેમાં મૃતકની પત્નીના આડા સંબંધોના કારણે તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે પોલીસે પરપ્રાંતીય હત્યારા પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં પૈસાની લેવડદેવડ અને સૌથી વધુ હત્યા પ્રેમ પ્રકરણમાં સામે આવી રહી છે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાંથી અને હત્યાના બનાવ સામે આવી રહ્યા છે.
ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ થરાદ ધાનેરામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ બાબતે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે તો જ આવા હત્યાના બનાવો અટકી શકે તેમ છે.
ધાનેરા તાલુકાના ગેળા ગામના ચડ્યામાંથી બે દિવસ અગાઉ એક યુવકને હત્યા થઇ હોવાની ઘટના સામે આવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો છે ધાનેરાના રવિયા ગામે રહેતા અણદાભાઈ શવસીભાઈ પટેલની પત્નીને રાજસ્થાનના ઈલોલિયા ગામે રહેતા રોશનખાન કાસબખાન સિંધી સાથે આડા સબંધ હતા.

રોશનખાન ધાનેરા ખાતે ગાયોનો તબેલો બનાવી રહેતો હતો અને ઘરે જઈ આવી ન શકતો હોઇ જેથી તેની પત્ની કાયમી તેના પિયર અનાપુર છોટા ગામે રહે તે માટે અણદાભાઈ કાંટો કાઢવા તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો જે મુજબ રોશનખાને અણદાભાઈને તેના બાઈક બેસાડી શેરા ગામના ચરેડા પાસે લાવી તેના ગાળામાં ચપ્પાના ઘા મારી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હટી. જેમાં ઝીણવટભરી તપાસ કરતા મૃતકની પત્નીના આડા સંબંધો જ હત્યા માટે કારણભૂત બન્યા હોવાનું સામે આવ્યું હતું જેમાં પોલીસે અત્યારે રોશનખાન સિંધીને બાડમેર ખાતેથી અટકાયત કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા હત્યાના બનાવના કારણે હાલમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે ખાસ કરીને પૈસાની લેવડદેવડ અને પ્રેમ પ્રકરણમાં વધી રહેલા હત્યાના બનાવને લઇ સ્થાનિક લોકો હાલમાં એક જ માંગ કરી રહ્યા છે કે જે પણ આવી હત્યા જેવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે તેવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં બની રહેલા હત્યાના બનાવમાં ઘટાડો થઈ શકે તેમ છે.