પાલનપુર નગરપાલિકામાં પાણી અને સફાઇની સમસ્યા મુદ્દે વિપક્ષ સહીત સ્થાનિકોએ હંગામો મચાવ્યો : ગેટની તાળાબંધી કરવા જતાં કોર્પોરેટરની અટકાયત કરાઇ

- Advertisement -
Share

 

પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે બુધવારે નગરપાલિકા કોંગ્રેસના સદસ્યો અને કોટ વિસ્તારની મહીલાઓએ નગરપાલિકા આગળ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.

 

 

જ્યારે નગરપાલિકાના ગેટની તાળાબંધી કરવા જતાં પાલનપુર નગરપાલિકા કોર્પોરેટર સરફરાઝ સિંધીની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોરે ભાજપ જીલ્લા પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ સહીત બાંધકામ અને કારોબારી સમિતિના ચેરમેન પર આકરા પ્રહારો કર્યાં હતા.

 

 

પાલનપુર નગરપાલિકાની સેવાઓ દિન-પ્રતિદિન કથળતી જાય છે. રોડ-રસ્તાની વાત હોય, ગંદકીની વાત હોય અથવા પીવાના પાણીની વાત હોય પાલનપુર નગરપાલિકા હંમેશા વિવાદમાં હોય છે.

 

 

પાલનપુરના કોટ વિસ્તારને ઓરમાયુ વર્તન કરતાં હોય તેવા નગરપાલિકાના શાસકો સામે બુધવારે પાલનપુર નગરપાલિકાના કોંગી સદસ્યો અને કોટ વિસ્તારની મહીલાઓ રણચંડી બની હતી અને મહીલાઓએ આક્રોશ સાથે પાલનપુર નગરપાલિકામાં માટલા ફોડયા હતા.

 

 

પીવાના પાણીના પ્રશ્નને લઇને અને પીવાનું પાણી કોટ વિસ્તારમાં નિયમિત ન મળતું હોવાને કારણે વારંવારની રજૂઆતો છતાં પાલનપુર નગરપાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ન કરતાં મહીલાઓએ સૂત્રોચ્ચાર કરી પાલનપુર નગરપાલિકાના કમ્પાઉન્ડમાં માટલા ફોડયા હતા.

 

 

આગામી સમયમાં ચૈત્રી નવરાત્રી અને રમજાન માસના તહેવાર આવે છે અને આ તહેવારોમાં પાણીનો પ્રશ્ન વિકટ છે. જેને લઇને કોટ વિસ્તારની મહીલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

 

 

કોટ વિસ્તારની મહીલાઓ સહીતના લોકોએ મોટી સંખ્યામાં પાલનપુર નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. ત્યારબાદ માટલા ફોડી પાણી મળે તેવી માંગણી કરી હતી.

 

 

જો કે, મહીલાઓએ પાલનપુર નગરપાલિકાનો દરવાજો બંધ કરીને વિરોધ નોંધાવતાં પાલનપુર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પાલનપુર પોલીસે નગરપાલિકાને તાળાબંધી કરવા જતાં નગરપાલિકા કોર્પોરેટર સરફરાજ સિંધીની અટકાયત કરી હતી.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!