ડીસાના ભાચરવા નજીક બાઇક સ્લીપ થતાં યુવક ગંભીર

- Advertisement -
Share

108 એમ્બ્યુલન્સ વાનની ટીમે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો

ડીસામાં 2 દિવસમાં 2 અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ગઇકાલે ડીસાના બાઇવાડા ગામ નજીક બાઇક સ્લીપ થતાં અકસ્માત બાદ બુધવારે ભાચરવા નજીક પણ અકસ્માત સર્જાયો હતો. જ્યાં બાઇક સ્લીપ થતાં ચાલકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં બુધવારે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. જેમાં ડીસાથી ભાચરવા તરફ જઇ રહેલા બાઇક ચાલકને અકસ્માત નડયો હતો. ભાચરવા નજીક અચાનક ચાલકે
સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

 

આ બનાવ અંગે જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ નાજુક હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!