વાવના ખેડૂતોએ જેટકોના વિરોધમાં થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું. નવીન 220 kv રાધાનેસડાથી ખીમાણા વાસ સબ સ્ટેશન સુધી બેવડી વીજલાઇન પ્રસ્થાપિત કરવા સામે ખડૂતોએ રોષ દર્શાવ્યો.
હેવી વિજલાઈન પસાર થતી હોય ખેડૂતોના ખેતરો, ઘર (છાપરા) અને પશુઓ અને ઉભા પાકને નુકસાન થાય છે એવું ખેડૂતોએ જણાવ્યું. પોલીસ પ્રોટેક્શન સાથે જેટકો કંપની ઉભા કરી રહી છે વિજપોલ. વળતર આપ્યા બાદ વીજ પોલ ઉભા કરવાંની ખેડૂતોએ માંગ કરી.
ખેડૂત ખાતેદારોને જેટકો કંપનીએ સાંભળ્યા વગર સત્તાનો દૂર ઉપયોગ કરી વિજલાઈન ઉભી કરવા સામે રોષ. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં આપ્યું આવેદનપત્ર.
From – Banaskantha Update