ડીસામાં જુગાર રમતાં 6 શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે ગંજીપાના નંગ-52 અને અંગ ઝડતીમાંથી રોકડા રૂ. 6,070 અને દાવપટ ઉપરથી રોકડા રૂ. 5,150 કુલ રૂ. 11,220 જપ્ત કર્યાં

ડીસામાં છેલ્લા કેટલાંય સમયથી દારુ અને જુગારની બધી ફૂલીફાલી હોય તેવું જોવા મળી રહ્યું છે. ડીસામાં કેટલાંક શખ્સોને જાણે કાયદાનો કોઇ ડર ન હોય તેમ ખુલ્લેઆમ દારુનું વેચાણ કરવું અને જાહેરમાં જુગાર રમી રમાડી પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

ડીસાના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે બીજીબાજુ કેટલાંક શખ્સો જુગારના રવાડે ચડી જઇ ખુલ્લેઆમ જુગાર રમી બરબાદી તરફ આગળ વધી રહ્યા છે.

 

ડીસામાં છેલ્લા કેટલાંય સમયથી હત્યા, આત્મહત્યા અને સામાન્ય બોલાચાલીમાં વારંવાર જીવલેણ હુમલો કરવા સામાન્ય બની ગયું છે. ત્યારે દારૂ અને જુગારના રવાડે ચડેલા કેટલાંક શખ્સો આવી ગુનાહીત ઘટનાને અંજામ આપતાં હોય તેવું પોલીસના ચોપડે નોંધાઇ ચૂક્યા છે.

 

ત્યારે સોમવારે ડીસાના જોખમનગર વિસ્તારમાં બાવળની ઝાડીમાં કેટલાંક શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની દક્ષિણ પોલીસને બાતમી મળતાં પોલીસ દ્વારા પંચોને સાથે રાખી રેડ કરી હતી.

 

જેમાં 6 શખ્સો તીનપત્તીનો જુગાર રમતાં પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે ગંજીપાના નંગ-52 અને અંગ ઝડતીમાંથી રોકડા રૂ. 6,070 અને દાવપટ ઉપરથી રોકડા રૂ. 5,150 કુલ રૂ. 11,220 જપ્ત કર્યાં હતા.

 

જયારે ઝડપાયેલા શખ્સો ભરતજી રમેશજી મકવાણા (ઠાકોર) (રહે. રસાણા મોટા, કેનાલ પાસે, તા. ડીસા), બેચરાજી ચમનજી ઠાકોર (રહે. રાજપુર કન્યાશાળા પાછળ, તા. ડીસા), પ્રકાશજી વરસંગજી વેડચીયા (ઠાકોર) (રહે. ભાખર નાની, ઇસ્માની કોલ્ડ સ્ટોરેજ પાસે, તા. દાંતીવાડા), શાન્તીજી કેશાજી જગાણીયા
(ઠાકોર) (રહે. રસાણા નાના, હનુમાન મંદિર પાસે, તા. ડીસા), વિષ્ણુજી ગજુજી ઠાકોર (રહે. રાજપુર ખારીયા કૂવા, તા. ડીસા) અને મુકેશભાઇ શંભુજી ઠાકોર (રહે. રાજપુર ઠાકોરવાસ, પાંજરાપોળની બાજુમાં, તા. ડીસા) વાળા સામે જુગારધારા એક્ટ મુજબની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!