બનાસકાંઠાના આ મહિલા ખેડૂત નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરી કરે છે લાખોની કમાણી

- Advertisement -
Share

બનાસકાંઠાના ઇકબાલગઢમાં એક મહિલા ખેડૂતએ નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે અને અન્ય ખેડૂતો માટે પણ આ મહિલા ખેડૂત પ્રેરણારૂપ બન્યા છે.

 

 

બનાસકાંઠા જિલ્લોએ રણની કાંધી અડીને આવેલો જિલ્લો છે અને અહીંના લોકો સતત પાણીની તીવ્ર સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. તેમ છતાં પણ અહીંની પ્રજા મહેનતકશ હોવાના કારણે આજે અવ નવી ખેતી દ્વારા માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં નામના મેળવી રહી છે. જેમાં અમીરગઢ પાસે આવેલ ઇકબાલગઢમાં પણ એક મહિલાએ બટર મશરૂમની ખેતી કરી કાઠું કાઢ્યું છે.

 

 

આ મહિલાનું નામ મિતલબેન પટેલ છે તેમનો એક પુત્ર અત્યારે કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે અને બીજો પુત્ર પણ વિદેશ જવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે મિતલબેન પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાની વિચાર આવતાં જ તેમને મામૂલી ખર્ચમાં બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું હતું.

 

 

તેઓએ પોતાના ઘરે જ સસરાની મદદથી વાસ અને અન્ય ચીજ વસ્તુઓમાંથી રૂમનો સેડ બનાવ્યો છે તેમાં નજીવા ખર્ચે બટર મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. તેઓએ બીટ મશરૂમ વાવાની શરૂઆત કરી છે મહેનત દ્વારા તેઓએ બીટ મશરૂમમાં સફળતા મેળવી હાલ તેઓ દિવસનું 15થી 20 કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે.

 

 

આ મશરૂમ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરે છે. તેઓ પોતાના ઘરે બેઠા બેઠા બટર મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટાભાગની હોટલો અને ગુજરાતી હોટલોમાં વેચાણ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. તેમનું કહેવું છે કે 200 રૂપિયા ભાવે કિલો વેચાણ થાય છે.

 

 

બીજા મશરૂમ કરતા બટર મશરૂમની ડિમાન્ડ માર્કેટમાં વધુ છે જેના કારણે ગ્રાહકો સામેથી તેમના ઘરે આવીને ઓર્ડર આપી આ મશરૂમ લઈ જાય છે તેમને આખું સ્ટ્રક્ચર 30થી 40 હજારમાં તૈયાર થયું છે. તેમનું કહેવું છે આમ તો બટર મશરૂમની ખેતી ખૂબ જ સરળ અને સારી છે પણ થોડી મહેનત વાળી ખેતી છે.

 

 

જેના કારણે તેઓ આખો દિવસ મશરૂમની ખેતીમાં કાઢે છે. તેમના સસરાની આગેવાની હેઠળ તેઓ આ મશરૂમની ખેતી કરે છે અને તેઓ માર્કેટિંગ પણ જાતે જ કરી રહ્યા છે. તેમનું પેકિંગ પણ તેઓ જાતે જ વેચાણ કરે છે મિત્તલબેન પટેલે નાના પાયે શરૂઆત કરેલા બિઝનેસ ધીમે ધીમે મોટા પાયે કરવાની પણ તેઓ ઈચ્છા વ્યક્ત કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!