ડીસામાં નાળાની કામગીરીમાં ગેરરીતિ : 15 લાખની ગ્રાન્ટ સામે માત્ર 3 લાખનું કામ થયું હોવાના આક્ષેપો..!

- Advertisement -
Share

ડીસા શહેરના ઓગડવાસ વિસ્તારમાં આવેલા કુંભારવાસમાં આગામી ચોમાસા પહેલાં નાળાની કામગીરી શરૂ કરાઇ છે અને તેના માટે નગરપાલિકા દ્વારા રૂ. 15 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

 

 

જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતી આચરાઇ હોવાના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે. ત્યારે આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા સઘન તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

 

 

 

ડીસા શહેરના વોર્ડ નં. 8માં ઓગડવાસ વિસ્તારમાં આવેલા કુંભારવાસમાં નગરપાલિકા દ્વારા ગટરના નાળુ બનાવવા માટે નગરપાલિકા દ્વારા રૂ. 15 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ આ નાળુ બનાવવાની કામગીરીમાં મોટા પ્રમાણમાં ગેરરીતી આચરવામાં આવી છે.

 

 

આ નાળામાં કોન્ટ્રાક્ટર અને કેટલાંક નગરપાલિકાના સદસ્યોએ મીલી ભગતથી કામ થયું હોવાના આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યાં છે. હલકી ગુણવત્તાવાળુ કામ ટૂંક જ સમયમાં તૂટીને પડી જાય છે. તે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ વચેટીઓ દ્વારા કામમાં ગેરરીતી આચરી મોટું ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ અંગે ચીફ ઓફીસર દ્વારા તપાસ કરવામાં આવે તો કેટલું કૌભાંડ આચરવામાં આવ્યું તે બહાર આવી શકે તેમ છે.

 

 

આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત સરકાર દ્વારા રોડ અને ગટરના નાળા બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. પરંતુ ઓગડવાસના કુંભારવાસમાં રૂ. 15 લાખની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી અને કામ શરૂઆતમાં હલકી ગુણવત્તાવાળુ બનાવવામાં આવતાં રહીશોએ તપાસ કરતાં કામ માત્ર રૂ. 3 લાખમાં પૂરી કરી દીધું છે. એટલી મોટી ગ્રાન્ટ ફાળવવા છતા કામમાં ગેરરીતી શા માટે આચરવામાં આવે છે. તો તેની તાત્કાલીક તપાસ કરી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રહીશોની માંગ છે.’

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!