ધાનેરામાં તસ્કરો બન્યા બેફામ, એક સાથે 8 દુકાનોના તાળા તૂટ્યા : તસ્કરી CCTVમાં થઇ કેદ

- Advertisement -
Share

બનાસકાંઠામાં ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થયી રહ્યો છે ત્યારે ધાનેરામાં વધુ એક ચોરીની ઘટના બની. ધાનેરાના અંબિકા શોપિંગ સેન્ટરમાં એક સાથે 8 કરતા વધુ દુકાનોના તાળા તૂટ્યા.

 

 

બનાસકાંઠાના ધાનેરામાં ગત મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને એક જ રાતમાં 8 દુકાનોના તાળા તોડી માલમત્તાની ચોરી કરી જતા તસ્કરી સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા છે જે મામલે પોલીસે સી.સી.ટી.વી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની તપાસ હાથ ધરી છે.

 

 

ધાનેરામાં મોડી રાત્રે તસ્કરો 8 દુકાનના તાળા તોડી ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરા શહેરની વચ્ચે આવેલ અંબિકા શોપીંગ સેન્ટરમાં આવેલી 8 દુકાનોને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી અને 50 હજાર કરતા વધુ મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યું.

 

 

રાત્રિના સમયે 8 દુકાનોના શટર તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને અલગ-અલગ દુકાનોમાંથી અંદાજીત પચાસ હજાર રૂપિયાના માલમત્તાની ચોરી કરી ગયા હતા.

 

 

આજે વહેલી સવારે ચોરી થયા અંગેની જાણ થતાં જ ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં તપાસ કરતા ચોરી કરવા આવેલા 3 અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેથી પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા તસ્કરો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!