વાહનચાલકોને મોટી ભેટ : બનાસકાંઠામાં સરકારે સી.એન.જી.ના ભાવમાં રૂ. 6 નો ઘટાડો કરતાં વાહનચાલકોમાં ખુશીની લહેર પ્રસરી

- Advertisement -
Share

આઇ.આર.એમ. સી.એન.જી. જે પહેલાં રૂ. 89.95 માં મળતો હતો તે હવે રૂ. 6 ભાવ ઘટતાં રૂ. 83.95 માં મળી રહ્યો છે.

 

મોંઘવારીના માર વચ્ચે ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લાના સી.એન.જી. વાહનચાલકો માટે રાહતના સમાચાર છે.
સરકારે આઇ.આર.એમ. સી.એન.જી.ના ભાવમાં રૂ. 6 નો ઘટાડો કર્યો છે. તા. 15 મી ઓગષ્ટના દિવસે જ સરકારે ભાવ ઘટાડો કરી વાહનચાલકોને મોટી ભેટ આપી છે.

સી.એન.જી. સહીત તમામ ચીજવસ્તુઓના ભાવ છેલ્લા ઘણા સમયથી વધીને આસમાને પહોંચ્યા છે. લોકો પેટ્રોલ અને ડીઝલ ગાડી છોડી સી.એન.જી. તરફ વળ્યા હતા.

પરંતુ સી.એન.જી.નો ભાવ પણ રૂ. 90 સુધી પહોંચતા સી.એન.જી. વાહનચાલકોની હાલત કફોડી બની હતી.

જોકે, તા. 15 મી ઓગષ્ટે સરકારે સી.એન.જી. વાહનચાલકોને પણ મોટી રાહત આપી છે અને સી.એન.જી.ના ભાવમાં રૂ. 6 નો ઘટાડો કર્યો છે.
જેના કારણે ડીસા સહીત બનાસકાંઠા જીલ્લાના હજારો સી.એન.જી. વાહનચાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે. આઇ.આર.એમ. સી.એન.જી. જે પહેલાં રૂ. 89.95 માં મળતો હતો તે હવે રૂ. 6 ભાવ ઘટતાં રૂ. 83.95 માં મળી રહ્યો છે. જેથી સી.એન.જી.ના વાહનચાલકો મોટી રાહત અનુભવી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!