બેફામ ઝડપે જતી ગાડીએ કાબૂ ગુમાવ્યો, પુલ સાથે અથડાઈને 2 ટુકડા થઈ ગયા : 3 મહિલાના મોત

- Advertisement -
Share

બાઈક સવારને બચાવવા જતા બેફામ ગાડીના પુલ સાથે અથડાઈને 2 ટુકડા

મધ્યપ્રદેશના છિંદવાડામાં શુક્રવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રામકોણાથી પરત ફરતી ગાડીની પુલ સાથે પ્રચંડ ટક્કર થઈ હતી, જેને પરિણામે ગાડીના 2 ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં 3 મહિલાનાં ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં, જ્યારે અન્ય 2 લોકોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નાગપુર ખસેડવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, સૌંસરનો રહેવાસી સચિન જયસ્વાલ પોતાના પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા રામકોણા ગયો હતો. શુક્રવારે તે ગાડીમાં પરત આવી રહ્યો હતો. આ દરમિયાન નાગપુર રોડ નજીક ડ્રીમ હોટલ પાસે બાઇકસવાર તેમની કારની સામે આવ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં સચિન જયસ્વાલે કાબૂ ગુમાવ્યો અને ગાડી પુલ સાથે અથડાઈ ગઈ હતી.

 

 

આ દુર્ઘટનામાં સૌંસરની નિવાસી રોશની, માધુરી અને પ્રિયાનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. વળી, કારચાલક સચિન જયસ્વાલ અને નીલમ જયસ્વાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને ગંભીર હાલતમાં નાગપુરની હોસ્પિટલમાં ખસેડાયાં છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રામકોણામાં સાંજે લગ્નપ્રસંગ હતો, જેમાં સામેલ થવા માટે કારમાં સવાર પરિવારના સભ્યો સોંસર જઈ રહ્યા હતા. ત્યાંથી તૈયાર થયા બાદ સાંજ સુધીમાં તેમણે લગ્નપ્રસંગમાં હાજરી આપવા જવાનું હતું.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!