ડીસામાં યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર

- Advertisement -
Share

યુવકે રાત્રે ઝાડ સાથે લટકી મોતને વ્હાલું કરતાં અરેરાટી

 

ડીસાના લાટી બજાર વિસ્તારમાં આવેલ કાપડીવાસમાં રહેતાં શનિવારે રાત્રિના સમયે ઠાકોર સમાજના આશાસ્પદ યુવકે ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઇ હતી.
ડીસાના કાપડીવાસમાં રહેતાં વિશાલ ચમનજી ઠાકોર (ઉં.વ.આ.19) નામના યુવકે શનિવારે મોડી રાત્રે પોતાના ઘર આગળ આવેલ ઝાડ ઉપર દોરડું બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્પાપી ગઇ હતી.

જયારે રવિવારે વહેલી સવારે ઘરના સભ્યોએ વિશાલને ઝાડ સાથે લટકતો જોઇ હેબતાઇ ગયા હતા અને તાત્કાલીક પોલીસ મથકે જાણ કરતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી સેવાભાવી મનુભાઇ આસ્નાનીની મદદથી લાશને નીચે ઉતારી ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી.

 

જયારે આશાસ્પદ યુવકના મોતના પગલે પરિવારજનોમાં ભારે રોક્કળ મચી ગઇ હતી. યુવકના આકસ્મિક મોતના પગલે યુવકે ક્યા કારણોસર આત્મહત્યા કરી તે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!