અમીરગઢમાં એસ.ઓ.જી. પોલીસે દેશી બનાવટી બંદૂક સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

 

બનાસકાંઠાની એસ.ઓ.જી. પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.
પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પુનાભાઇ ભગોરા નામના શખ્સની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લઇ જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ પોલીસ ઉંઘતી રહી અને જીલ્લા એસ.ઓ.જી.એ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શનિવારે એક દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.

 

એસ.ઓ.જી. પોલીસ કોન્સ્ટેબલ હસમુખદાનને મળેલી બાતમીના આધારે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાપરા ગામની સીમમાં રહેતાં પુનાભાઇ ભગોરા પાસેથી દેશી બનાવટી બંદૂક ઝડપી પાડી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!