વાવમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું : જે.સી.બી.ની મદદથી ડ્રાઇવરને બહાર કાઢ્યો

- Advertisement -
Share

ડ્રાઇવરને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

 

બનાસકાંઠાના વાવના વાઢીયાવાસ નજીક બુધવારે એક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. જયારે કેબીનમાં ટેન્કરનો ડ્રાઇવર ફસાઇ જતાં જે.સી.બી.ની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, વાવના વાઢીયાવાસ નજીક બુધવારે એક કેમિકલ ભરેલું ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારતાં ટેન્કર ચાલક ટેન્કર નીચે આવી જતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતાં કેબીનમાં ડ્રાઇવર ફસાયો હતો. જેને બહાર કાઢવા માટે જે.સી.બી.ની મદદ લેવાની ફરજ પડી હતી. અકસ્માતમાં ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!