વડગામનો ખેડૂત પરિવાર ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ 3 વર્ષથી સંગ્રહ કરે છે : અન્ય લોકો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે

Share

વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના એક ખેડૂત પરિવારે છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસાનું પાણી એકઠું કરી અને ઘરમાં રસોઈ બનાવવા અને પરિવારના સભ્યોને પીવા માટે તેજ પાણીનો ઉપયોગ કરી લોકો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.

[google_ad]

ઘોડિયાલ ગામને કૃષિક્ષેત્રે વિકાસ તરફ લઈ જવામાં જેમનું નામ મોખરે છે અને જીલ્લામાં ટપક અને ફુવારા દ્વારા પિયત પદ્ધતિમાં ક્રાંતિ લાવવામાં પણ જેમની મહત્વની ભૂમિકા છે. જેના માટે તેમને આદર્શ ખેડૂતનો પુરસ્કાર અને જીલ્લામાં કૃષિના ઋષિનું બિરૂદ મળેલ છે તેવા ભીખાભાઇ ચૌધરીનું નામ જીલ્લાના ખેડૂતો અને અધિકારીઓમાં અજાણ્યું નથી. તેઓએ ત્રણ વર્ષ અગાઉ ખેતરના શેડના પતરાંના નેવેથી પડતું વરસાદી પાણી જોઇ વિચાર કર્યો કે ઘણી જગ્યાએ લોકોને પીવા માટે પાણી નથી. ત્યારે કુદરત વરસાદ રૂપી જે પાણી આપે છે અને એનો બગાડ થતો અટકાવી એકઠું કરવાની વ્યવસ્થા કરાય તો 12 મહિના ઘરમાં પીવા-રસોઈ માટે તો પાણી એકઠું થાય.

[google_ad]

Advt

બસ એજ વિચાર બાદ ભીખાભાઇએ પોતાના પુત્રને વાત કરી વરસાદનું પાણી એકઠું કરવા જમીનમાં એક અંડર ગ્રાઉન્ડ કૂવી બનાવી તેમજ તે કૂવી ઉપર પેક કરી નાની ડંકી લગાવી છે. તો પોતાના ખેતરના શેડના પતરાં પરથી આવતા નેવા નીચે એક પતરાંની નાની નેક બનાવી તેના નીચે એક પાઇપ ગોઠવીને વચ્ચે ફિલ્ટર મારી તે પાઇપ કૂવીમાં જોડી પાણી સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ઘરે અને ખેતરમાં રસોઈ બનાવવા અને પીવા માટે તેજ પાણીનો ઉપયોગ કરે છે. જે અન્ય લોકો માટે એક પ્રેરણારૂપ બાબત છે.

[google_ad]

 

ભીખાભાઇ વરસાદનું પાણી એકઠું કરે છે તેમાં પાણી મીઠું મળે તે માટે મઘા નક્ષત્રમાં આવતા વરસાદનું પાણી સંગ્રહ કરવાનો આગ્રહ રાખે છે. કારણકે, મઘા નક્ષત્રમાં થતા વરસાદનું પાણી સ્વાદમાં મીઠું હોય છે.

[google_ad]

 

કૂવીમાંથી ઘરમાં અને ખેતરમાં પીવા તથા રસોઈ બનાવવા પાણી વાપરે તો એકવાર કૂવી ભરાયા બાદ તેમાં દોઢ વર્ષ ચાલે એટલા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જે કૂવીમાં અંદાજીત 18000 લિટર પાણીનો સંગ્રહ થાય છે. આ પાણી આર.ઓ. પ્લાન્ટના પાણી કરતાં ઉચ્ચ ગુણવત્તાવાળું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

 

From – Banaskantha Update


Share