ડીસામાં 2 બાઇક સામસામે ટકરાતાં 2 યુવક ઘાયલ

- Advertisement -
Share

2 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા

 

ડીસામાં રત્નાકર સોસાયટી નજીક રાત્રે 2 બાઇક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમે સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં મોડી રાત્રે રત્નાકર સોસાયટી નજીક પૂરપાટઝડપે પસાર થઇ રહેલા 2 બાઇક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બંને બાઇક ચાલક યુવકો રોડ પર પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

સ્થાનિક લોકોએ જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બંને બાઇક ચાલક યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

પ્રાથમિક સારવાર લીધા બાદ ઇજા વધુ હોવાથી બંને યુવકોને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!