પાલનપુરના ભાગળમાં દોઢ વર્ષ અગાઉ પિસ્તોલ આપનાર ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -
Share

ફાયરીંગના ગુનામાં અગાઉ 5 શખ્સોની અટકાયત કરાઇ હતી

 

પાલનપુર તાલુકાના ભાગળમાં દોઢ વર્ષ અગાઉ જૂની અદાવતમાં થયેલા ફાયરીંગમાં પિસ્તોલ આપનાર આરોપી ફરાર હતો. જેને તાલુકા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડયો હતો.
ભાગળ ગામમાં દોઢ વર્ષ અગાઉ ઇમરાનભાઇ ઉમરભાઇ આગલોડીયા ઉપર અકરમભાઇ ઇમ્તિયાઝભાઇ મેવાતી, ઇમરાનભાઇ ઇલિયાસભાઇ સિંધી, મહંમદજેદ મુનિરભાઇ શેખ, મહમદતાહીર મહંમદરફીક સૈયદ
અને રમેશભાઇ વાલાભાઇ સલાટે ઝઘડો કરી અને જાનથી મારી નાખવાના ઇરાદે અકરમભાઇ મેવાતીએ પોતાની નજીક રાખેલી પિસ્તોલથી ઇમરાનભાઇ ઉપર ફાયરીંગ કર્યું હતું.

 

જેમાં તેમના ડાબા પગે સાથળના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં આ તમામ આરોપીની પોલીસે અટકાયત કરી હતી.
જોકે, પિસ્તોલ અને કારતુસ આપનાર સિકંદરઅલી ઉર્ફે મોતી હનીફઅલી ગુલશેરઅલી સૈયદ (રહે. ચીકારડા, તા.ડુંગળા, થાના, મંડફીયા, જી. ચિત્તોડગઢ) તે સમયે પોલીસના હાથે ઝડપાયો ન હતો.
જેથી તાલુકા પોલીસના પી.આઇ. કે.બી.પટેલ અને સ્ટાફ દ્વારા રાજસ્થાનની સ્થાનિક પોલીસની મદદથી રાજસ્થાનથી તેને ઝડપી પાડયો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!