અમૂલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને મળશે કિલોફેટે 20 રૂપિયાનો વધારો

- Advertisement -
Share

આનંદ જિલ્લા સ્થિત અમૂલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે રાહત આપતા સમાચાર આવ્યા છે. અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદી કરતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારામાં ભેંસના દૂધમાં પ્રતિ કોલો ફેટ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને ગાયના દૂધમાં પ્રતિ ફેટ 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

જન્માષ્ટમી તહેવાર સમયે જ પશુપાલકોને આ રાહત આપતા સમાચાર છે અને આ ભાવ વધારા બાદ અમુલના ખરીદ ભાવમાં ફેરફાર થયો છે જે ભેંસના દૂધનો પ્રતિ કિલોનો ભાવ 740 હતો હવે તે વધીને 760 કરવામાં આવ્યો છે આ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાયના દૂધના પ્રતિ કિલો જૂનો ભાવ 336.40 હતો જે હાલ વધીને 340.90 સુધી થયો છે. આ ભાવ વધારાથી પશુપાલકોને ખુશી મળી છે અને મોંઘવારીમાં થોડી રાહત મળી છે.

આ ભાવવધારાને કારણે અમુલ પશુપાલકોને મહિનાના 7 કરોડ રૂપિયા ચુકવશે જે વર્ષે 60 કરોડથી વધારે ચુકવણી કરવામાં આવશે. આ ભાવ વધારો આગામી 21 ઓગસ્ટના રોજ લાગુ કરવામાં આવશે. આ ભાવથી આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના લગભગ 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો કરવામાં આવશે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!