દાંતાની નદીમાં જેક ખસી જતાં ટ્રેક્ટરની ટ્રોલી નીચે દબાઇ જતાં યુવકનું મોત

Share

 

દાંતા તાલુકાના પુંજપુર ગામ નજીક નદીના પટમાં ટ્રેક્ટરની ટ્રોલીનું ટાયર બદલતી વખતે અચાનક જેક ખસી જતાં ટ્રોલી નમી ગઇ હતી. જેની નીચે દબાઇ જતાં એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હતુ. જ્યારે એક યુવકને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

[google_ad]

 

 

પુંજપુર અને બળવંતપુરા વચ્ચે પસાર થતી નદીના પટમાં બુધવારે એક ટ્રેક્ટરની ટ્રોલીમાં રેતી ભરવામાં આવી રહી હતી. જો કે, ટ્રોલીના ટાયરને પંક્ચર પડેલું હોઇ જેક ચઢાવી ટાયર બદલવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન જેક ખસી જતાં ટ્રોલી નમી ગઇ હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

જેના નીચે આવી જતાં અંબાજી તળેટીના નૌકારામ આદિવાસી (ઉં.વ. આ. 40) ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને દાંતા 108 વાનના પાઇલોટ મહેન્દ્રસિંહ બારડ અને ઇ.એમ.ટી. ભરતસિંહ ગોહીલે દાંતા સી.એચ.સી.માં ખસેડયા હતા પરંતુ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share