પાટણમાં મહીલાને તાલિબાની સજાની ઘટના હજી તાજી જ છે, ત્યારે વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં યુવતીના પ્રેમમાં પડેલા 20 વર્ષિય યુવક જયેશ રાવળને યુવતીનાં પરિવારજનોએ ઢોરમાર મારતાં મોત થયું હતું. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવીને ગુપ્ત ભાગે લાતો મારી હતી.
[google_ad]
આ અંગે મૃતક યુવાનની બહેને જણાવ્યું હતું કે, મારા ભાઇને ઢસડીને લઇ ગયા અને મારા ભાઇને મારી નાખવાની વાતો કરતા હતા. મને પણ માર માર્યો હતો. જેથી ચક્કર આવતા હું પડી હતી. મારા ભાઇની આ લોકોએ હત્યા કરી છે. મારા ભાઇને જેમ મારી નાખ્યો તેમ આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, અમારે ન્યાય જોઇએ છે.
[google_ad]
વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં પ્રેમ-પ્રકરણમાં યુવકને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. યુવતીનાં પરિવારજનોને બંનેના પ્રેમ-પ્રકરણની ખબર પડી જતાં તેમણે યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોરમાર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી માર માર્યો હતો. જેમાં યુવક જયેશ રાવળનું મોત થયું હતું. યુવકને ઢોરમાર મારતો વીડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.
[google_ad]
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે હત્યા અને અપહરણનો ગુનો દાખલ કર્યો છે.
[google_ad]
વડોદરા જીલ્લા પોલીસવડા સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, ઘટના બાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. હાલ ગામમાં શાંતિ ન ડહોળાય એ માટે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. કોઇને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી.
[google_ad]
તા.17 ઓગસ્ટ 2021ના રોજ એક વીડીયો ફરતો થયો હતો. જેમાં દાહોદ જીલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહીલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના 4 જેટલાં ઈસમોએ એકસંપ થઈ મહીલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
[google_ad]
તાજેતરમાં જ પાટણ જીલ્લાના હારીજની વાદી વસાહતમાં રહેતી એક સગીરાને પ્રેમ થઇ ગયો હતો. સગીરાને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. સગીરા પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ સગીરાના આ પગલાની જાણ વસાહતને થતાં સગીરાને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. સગીરાએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતાં સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો નિર્ણય કર્યો હતો.
[google_ad]
સગીરાને વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાથી સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા ફટકારી હતી. સગીરાના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. કલાડીથી તેનુ મોઢું કાળું કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતાં સગીરાના હાથ બાંધી, માથા પર ગરમ દેવતાં મૂકીને આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી. તાલિબાની સજા અપાઈ એ સમયે સગીરા સતત કરગરતી રહી, રડતી રહી પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત કોઇનું હૃદય પીગળ્યું ન હતું. સગીરાને આપવામા આવેલી આ સજાનો વીડીયો સોશિયલ મીડીયામાં ફરતો થયો છે.
[google_ad]
તા. 24 મે-2020ના રોજ છોટાઉદેપુર જીલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી, જે તેનાં પરિવારજનોને પસંદ ન પડતાં સગીરાને 15 જેટલી લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વીડીયો વાઈરલ થયો હતો. સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી, જેને શોધી કાઢીને ઘરે લાવી તેને જાહેરમાં લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતો વીડીયો બહાર આવતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું.
From – Banaskantha Update