થરામાં રોડની સમસ્યા ઉકેલવા માટે કલેક્ટરે સૂચના આપી : હાઇવે ઓથોરિટીએ ન સાંભળતાં લોકોમાં રોષ

Share

થરામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ 27 પર રૂની જૈન તિર્થ જવાના રસ્તે સર્વિસ રોડ પર વર્ષોથી ભરાતા પાણી, ગંદી ગટર અને ખાડાઓના કારણે ઉભી થતી સમસ્યાને લઇ કલેક્ટર બનાસકાંઠાને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને અન્ય સભ્યો દ્વારા રજૂઆત કરાઇ હતી.

[google_ad]

જેને લઇ કલેક્ટરે નેશનલ હાઈવેના જવાબદાર અધિકારીઓને સોમવારે સૂચના આપી હતી. છતાં કલેક્ટરની સૂચનાને પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઘોળીને પી ગયા હતા. ઓથોરિટી હવે કોઈ પગલાં નહીં લે તો વેપારીઓ અને પીડિતો બે બાજુ રસ્તો બ્લોક કરીને વિરોધ કરશે અને જાહેરહિતમાં હાઈકૉર્ટમાં અરજી દાખલ કરશે તેમ જણાવ્યું હતું.

[google_ad]

ધારાસભ્ય, સાંસદ સહિતને લેખિત-મૌખિક રજૂઆતો બાદ કલેક્ટરને રજૂઆત કરતાં કલેક્ટરે સોમવારે ઓથોરિટીને સમસ્યાનો હલ કરવા સૂચના આપી તેમ છતાં સમસ્યા ન ઉકેલાતા હવે ન છૂટકે વેપારીઓ સર્વિસ રોડને બ્લોક કરી વિરોધ નોંધાવી આગામી સમયમાં ન્યાય માટે હાઈકોર્ટના દ્વારે જવાનું જણાવી રહ્યા છે.

[google_ad]

Advt

 

વેપારી શ્રવણજી ઘાંઘોસે જણાવ્યું હતું કે ‘ખાડા અને પાણી ભરાતા ગ્રાહકો પણ આવતા નથી. અકસ્માતો અને ટ્રાફિક પણ થાય છે, તમામને રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા અમો હવે કોર્ટમાં જઈશું.’

 

From –Banaskantha Update


Share