પાલનપુરમાં રાજીવ આવાસ યોજનાની બિલ્ડીંગ મુદ્દે ફરિયાદ દાખલ કરવા કરાઇ રજૂઆત

Share

પાલનપુર ખાતે આવેલ માલણ દરવાજા નજીક બનેલ રાજીવ આવાસ યોજનાની બિલ્ડીંગ ગેરકાયદેસર ઉભું કરાયું હોવાનું અરજદારે આક્ષેપ કર્યા. તેમજ અરજદારે જમીન મામલે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામી છે.

સરકાર દ્વારા કરોડોના ખર્ચે લોકોને રહેવા માટે તેમ જ પોતાનું ઘર થાય તે માટે સરકારે રાજીવ આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છ તેમજ મોટા ભાગે સરકાર દ્વારા આ યોજનાના બિલ્ડીંગ ઉભા કરી દેવામાં આવ્યા છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ માલણ દરવાજા નજીક પાલનપુર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે રાજીવ આવાસ યોજનાનું બિલ્ડીંગ ઊભું કરવામાં આવ્યું હતું. આ રાજીવ આવાસ યોજનાનું બિલ્ડીંગમાં વિવાદ સર્જાયો છે શહેરના એક જાગૃત નાગરિક શરીફ ચશ્માવાલાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા રજૂઆત કરતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાલનપુર પાલિકા દ્વારા માલણ દરવાજા પાસે ઉભુ કરવામાં આવેલ રાજીવ આવાસ યોજના બિલ્ડીંગ રામપુરા માર્ગ પરના સરવે નંબર 45ની સરકાર જમીન પર ગેરકાયદેસર રીતે આવાસ યોજનાનું બિલ્ડીંગ ઉભું કરાયું હોવાનો અરજદારએ આક્ષેપ કર્યા છે તેમજ અરજદારે જમીન મામલે ફરિયાદ દાખલ કરવા રજૂઆત પણ કરવામાં આવી છે.

ત્યારે આ રાજીવ આવસ યોજનાના બિલ્ડીંગની જમીન બાબતે જિલ્લા કલેકટરે નાયબ કલેકટર પાસેથી અહેવાલ મંગાવ્યો હોવાનું પણ હાલમાં ચર્ચાઈ રહ્યું છે ગેરકાયદેસર આવાસ યોજનાનું બિલ્ડીંગ સરકારની જમીન પર પાલનપુર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે ઊભું કરાયું છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે, પાલનપુર પાલિકા દ્વારા ગેરકાયદેસર જમીન પર કરોડોના ખર્ચે બનાવેલ રાજીવ આવાસ યોજનાનું બિલ્ડીંગ બાબતે જિલ્લા કલેકટર કેવા પગલાં લે છે…

 

From – Banaskantha Update


Share