કાંકરેજના થરાની ઇલાજ હોસ્પિટલ નજીક બાઇક ચોરી કરતો શખ્સ સી.સી. ટી.વી. કેમેરામાં કેદ

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના થરાના મુખ્ય વેપારી મથકમાં આવેલી ઇલાજ હોસ્પિટલ નજીક ગુરૂવારે ભરબપોરે એક દર્દીના સગા બાઇક પાર્કીંગ કરીને ખબર અંતર પૂછવા હોસ્પિટલ માં ગયા હતા. ત્યારબાદ ગણતરીની મિનીટોમાં જ કોઇ અજાણ્યો શખ્સ ઇલાજ હોસ્પિટલ નજીક પાર્કીંગ કરેલી બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો હતો.

 

 

જેમાં હોસ્પિટલ માં લગાવેલા સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થયો છે. આ અંગે થરા પોલીસ મથકે બાઇકના માલિકે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી સી.સી.ટી.વી. ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરાના મુખ્ય વેપારી મથકમાં આવેલી ઇલાજ હોસ્પિટલ નજીક ગુરૂવારે ભરબપોરે એક દર્દીના સગા બાઇક પાર્કીંગ કરીને ખબર અંતર પૂછવા હોસ્પિટલમાં ગયા હતા. ત્યારબાદ તેઓ દર્દીના ખબર અંતર પૂછીને પરત આવ્યા ત્યારે પાર્કીગ કરેલું બાઇક જણાયું ન હતું. જેથી તેઓ હાફળાં-ફાફળાં બની ગયા હતા.

 

 

 

જેથી તેઓએ હોસ્પિટલ માં લગાવેલા સી.સી. ટી.વી. કેમેરામાં ચેક કરવાનું જણાવ્યું હતું. જેથી તપાસ દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ ઇલાજ હોસ્પિટલ નજીકમાં પાર્કીંગ કરેલી બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો હતો.

 

 

જ્યારે ગુરૂવારે ભર બપોરે બાઇકની ચોરી કરતાં શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. આ અંગે થરા પોલીસ મથકે બાઇકના માલિકે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલા ચોરને કેટલાં સમયમાં ઝડપી પાડશે તેવો ચર્ચાસ્પદ વિષય બન્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!