3 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાની શરત જ નીકળી જતાં ડીસાના બિલ્ડરો દ્વારા ઉજવણી કરાઇ

- Advertisement -
Share

શરત ભંગનો ડર ગાયબ થતાં કલેક્ટરની ‘રોકડી’ માં કાપ આવશે : ડીસાના બિલ્ડરો દ્વારા સાઇબાબા મંદિરમાં એકત્ર થઇ ગુજરાત સરકારનો આભાર માન્યો

 

શરત ભંગનો ડર ગાયબ થતાં કલેક્ટરની ‘રોકડી’ માં કાપ આવશે. 3 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાની શરત જ નીકળી જતાં શરત ભંગના કેસો થઇ શકશે નહીં. જેથી ડીસાના બિલ્ડરો દ્વારા સાઇબાબા મંદિરમાં એકત્ર થઇ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

મહેસૂલ વિભાગે ગુરુવારે આ ક્રાંતિકારી નિર્ણય જાહેર કરતાની સાથે તત્કાલ અસરથી તેનો અમલ કરવા કલેક્ટરને આદેશો કર્યા હતા. આ સાથે જ બિનખેતીના કિસ્સામાં અધિકારીઓ દ્વારા બાંધકામની સમય

મર્યાદાના નામે ખેડૂતોને દેખાડતો ‘શરત ભંગ’ના ડરનો કાયમી ધોરણે અંત આવશે. ગુજરાતમાં કોઇ પણ ખેડૂત જ્યારે પોતાની માલિકીની જમીનને બિનખેતીમાં રૂપાંતરણ માટે અરજી કરે છે.

ત્યારે તેની મંજૂરી અર્થાત પરવાનગીમાં ‘3 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાની શરતે’ હુકમ થાય છે. જો કે, તા. 16 જૂન 2022 ને ગુરૂવારે સાંજે મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી સુનિલ સુલજાની સહીથી પ્રસિધ્ધ

પરિપત્રમાં કહેવાયુ છે કે, વર્ષ-1972 ના ગુજરાત જમીન મહેસૂલ નિયમોના નિયમ-87 હેઠળ સનદનો નમૂનો ‘ત’ માંથી બાંધકામની સમય મર્યાદા દર્શાવતી શરત ક્રમાંક-4 દૂર કરવામાં આવે છે.

 

આ શરતમાં મંજૂરી મળ્યા તારીખથી મહત્તમ 3 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું રહેતું હતું. તેવી જ રીતે વર્ષ-1879 ની મહેસૂલી સંહીતાની કલમ-65 હેઠળ પણ ઓનલાઇન હુકમોમાંથી બાંધકામ પૂર્ણ કરવાની શરત દૂર કરવામાં આવે છે.

 

આથી ડીસા બિલ્ડર એસોસીએશનના અધ્યક્ષ કલ્યાણભાઇ રબારી (રાણપુર) ની આગેવાનીમાં સાઇબાબા મંદિરમાં બિલ્ડરોએ એકત્ર થઇ ઉજવણી કરાઇ હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘મહેસૂલ વિભાગના આ નિર્ણયથી બિનખેતીના હુકમમાં બાંધકામની શરત ભંગના કિસ્સાના નામે અધિકારીઓ તરફથી થતી કનડગત અને ભ્રષ્ટાચારમાં કાપ મૂકાશે.

 

અગાઉથી ચાલતાં સેંકડો કેસો પણ આપોઆપ નિરસ્ત થશે. ! પરિપત્રમાં વર્ષ-1876 ના જમીન મહેસૂલ સંહીતાની કલમ-66-67 હેઠળ શરત ભંગના કેસો ચલાવતી વખતે બિનખેતી પરવાનગીના હુકમમાં
સમાવિષ્ટ બાંધકામની સમય મર્યાદા બાબતના કેસોને શરત ભંગ ન ગણવા તમામ કલેક્ટરોને સુચના અપાઇ છે. એટલે કે, અગાઉના વર્ષોમાં બિનખેતીના હુકમમાં બાંધકામની શરતનો ભંગ થયો હોય તેવા સેંકડો કેસો પણ ગુરુવારથી આપોઆપ નિરસ્ત થઇ જશે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!